રાજકોટ
ગુજરાતમાં એક બાજુ કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે અને બીજી બાજુ ઓમિક્રોન વેરિયન્ટનો હાહાકાર શરૂ થયો છે. આ દરમિયાન આગામી ૧૦ જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમિટ કરવા સરકાર મક્કમ બની છે. રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટને માત્ર સરકારી મહોત્સવ બનાવીને પૂરી કરવા માગે છે. અહીં સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે આ સમિટમાં પહેલીવાર વડાપ્રધાન મોદી રૂબરૂને બદલે વર્ચ્યુઅલી સંબોધન કરે એવી શક્યતા છે.૧૦ દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી( આપ)એ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત ૫૫ આપ નેતાઓને આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છેકે, ૨૦ ડિસેમ્બરના રોજ ભાજપના હેડ ક્વાર્ટર ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો ઘેરાવ કર્યો હતો. આપની આંદોલનની ગંધ આવી જતા સચિવાલયે દરવાજા બંધ કરાયા હતા. તેવામાં આપે દાવ ઊંધો પાડ્યો હતો અને સીધા જ ગુજરાત ભાજપ હેડક્વાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતા. રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો પણ યોજાવાનો છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે ભાજપને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરી જણાવ્યું છે કે રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે જવાબદારો જ બેજવાબદાર બને તો સામાન્ય લોકોને તો પારાવાર મુશ્કેલી જ ભોગવવાનો વારો આવશે. ભીડ એકઠી ન કરવાની શીખ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમોમાં તાયફા કરે તો રોકનાર કોણ છે, કારણ કે સરકાર જ ભાજપની છે તો નિયમો પણ બનાવે અને એ પણ તોડે તો કોઈ કાર્યવાહી થતી નથી. સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો પોલીસ તેની પાસેથી મસમોટો દંડ ઊઘરાવે છે.
