Gujarat

રાજયમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા રાત્રિ કફ્ર્યુમાં વધારો કરાયો

અમદવાદ
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ૨૯મી ડિસેમ્બરે રાજ્યમાં કુલ ૧૯ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમા અમદાવાદ શહેરમાં ૪ પુરુષ અને ૪ સ્ત્રી મળીને સૌથી વધુ ૮ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. ત્યારબાદ સુરત શહેરમાં, ૬ વડોદરા શહેરમાં ૩ અને આણંદમાં ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૯૭ ઓમિક્રોનના કેસ નોંધાયા છે રાજ્યમાં ૨૯ ડિસેમ્બરના રોજ કોરોનાના ૫૪૮ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૬૫ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૮ લાખ ૩૧ હજાર ૪૬૨ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૧૬ પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૮ હજાર ૪૮૭ ની દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૯૦૨ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૮૯૧ દર્દીની હાલત સ્થિર છે.હાલ દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યાં છે. જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધા છે. જાે કે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી. પરંતુ ૨૯મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. આવતીકાલે એટલે કે ૩૧મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન પુરી થઈ રહી છે. પરંતુ કડક નિયંત્રણો લાદવામાં સરકારને વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ નડી રહી છે. છેલ્લા બે દિવસથી ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ, કોર કમિટી વચ્ચે બેઠકોનો દૌર શરૂ થયો છે. તેમજ કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે પણ સતત સંપર્કમાં છે. આજે વાઇબ્રન્ટ, કોરોના અને ઉત્તરાયણ અંગે સાંજે ર્નિણય લેવાઈ એવી શક્યતા છે. રાજ્યભરમાં વકરી રહેલા કોરોનાને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકાર સાંજે ગાઇડલાઇન્સ બહાર પાડશે. જેમાં નાઇટ કર્ફ્‌યૂના સમયમાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે. તેની સાથે સાથે રાજકીય અને સામાજિક મેળાવડાઓમાં પર નિયંત્રણો આવી શકે છે. જ્યારે લગ્ન સમારોહ અને અંતિમવિધિમાં પણ લોકોની સંખ્યા ઘટાડવામાં આવશે. સ્કૂલો મામલે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી જીદે ચઢેલા છે, પણ કોરોના વિસ્ફોટ જાેતા ધોરણ ૧થી ૮ની સ્કૂલો ફરી બંધ કરવામાં આવી શકે છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૯ ડિસેમ્બરના રોજ કોરોનાના કેસ, નિયંત્રણો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ઉત્તરાયણ મામલે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના કેસો, વેક્સિનેશન, નવી ગાઇડલાઈન, ઉત્તરાયણ અને વાઇબ્રન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી.ાॅ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો બાદ સરકાર એલર્ટ બની ગઈ છે, જેથી કોરોનાની ગાઈડલાઈનનો કડક અમલ કરવાની સાંજે આરોગ્ય મંત્રી જાહેરાત કરી શકે છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાંજે ૫ વાગ્યે સ્વર્ણિમ સંકુલ-૧માં પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં મંત્રી કોરોના સંદર્ભે રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપશે. આ પહેલા રાજ્ય સરકારે ૨૫મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્‌યૂ રાખવાનો ર્નિણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

Increase-night-curfew.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *