Gujarat

જેતપુર ડાંઈગ ઉદ્યોગનામા  જીએસટીનો દર યથાવત રાખવામાં આવતા. ઉદ્યોગમા ખુશીની લાગણી જોવા મળી

જીએસટી કાઉન્સિલ દ્વારા ૧૨ ટકાનો દર નિશ્ચિત કરાયા બાદ જેતપુર ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો: યથાવત રખતા જેતપુરના એકમોને રાહત
નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સીલની આજરોજ મળેલી બેઠકમાં કાપડ ઉદ્યોગના હિતને ધ્યાને રાખીને આવતી કાલથી લાગુ થનાર 12 ટકા જીએસટીનો પ્રસ્તાવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે જેતપુર સહિત સમગ્ર દેશના કાપડ ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. જીએસટી કાઉન્સીલમાં કાપડ ઉદ્યોગ પર પાંચ ટકાના નિર્ણયની જાહેરાત સાથે જ જેતપુર સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોએ મિઠાઈ વ્હેંચી અને ફટાકડા ફોડીને નિર્ણયને વધાવી લીધો હતો.
ગત નવેમ્બર મહિનામાં જીએસટી કાઉન્સીલ દ્વારા કાપડ ઉદ્યોગમાં લાગુ પાંચ ટકા જીએસટી વધારીને 12 ટકા કરવા સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ આવતીકાલથી કરવામાં આવનાર હતા, કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન આ નિર્ણયને પગલે માત્ર જેતપુર જ નહીં સમગ્ર દેશના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેતપુર શહેરમાં ડાઇંગ ઉદ્યોગ સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.
દિવસોથી સતાવી રહેલા જીએસટી વધારાના પ્રશ્ને અંતે ઘીના ઠામમાં ઘી રેડાતાં જેતપુર ડાંઈગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રમુખ દ્વારા ખુશી વ્યક્ત કરવાની સાથે સરકારનો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જેતપુર શહેરને વૈશ્વિક ઓળખ આપનાર કાપડ ઉદ્યોગ પર જીએસટી દર 12 ટકા કરવાનો પ્રસ્તાવ ઉદ્યોગ માટે ઘાતકી પુરવાર થઈ શક્યો હોત.અંતે ઉદ્યોગના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ  વેપારીઓ દ્વારા સહર્ષ વધાવી લેવામાં આવ્યો છે.
કાપડ ઉદ્યોગ પર આવતી કાલથી લાગુ થનાર 12 ટકા જીએસટીનો પ્રસ્તાવ કાઉન્સીલની બેઠકમાં રદ્દ કરવામાં આવતાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ નવા વર્ષના આગમન પૂર્વે જ દિવાળી ઉજવી હતી. જીએસટી કાઉન્સીલમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત સમગ્ર ડાંઈગ બજારમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. ટેક્સટાઇલ ડાઈંગના હિતને ધ્યાનમાં રાખીમાં રાખી લેવામાં આવતા આ નિર્ણયને પગલે વેપારીઓએ એક બીજાને મિઠાઈ વહેંચીને જીએસટી કાઉન્સીલના નિર્ણયને વધાવી લીધો હતો.
જેતપુર શહેરને ટેક્સટાઈલ નગરી તરીકે વૈશ્વિક ઓળખ આપનાર ડાઇગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ   સંસ્થાઓ પદાધિકારીઓની આજે વહેલી સવારથી જીએસટી કાઉન્સીલની બેઠક પર લેવામાં આવનાર નિર્ણય મુદ્દે ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા.વહેલી સવારથી તમામ વેપારીઓને આવતીકાલથી લાગુ થનાર 12 ટકા જીએસટીની ચિંતા સતાવી રહી હતી. જો કે, બપોર બાદ જીએસટી કાઉન્સીલની જાહેરાત સાથે જ વેપારીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20211231-174503__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *