જર્જરીત બનેલા પુલએ વધુ એક યુવાનનો ભોગ લીધો. ટ્રક ચાલક ફરાર..
ઊના – ઊના શહેરને અડી આવેલ મચ્છુન્દ્રી નદીના પુલ ઉપર અજાણ્યો ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લઇ હિટ એન્ડ રન કરી નાશી જતા અને બાઇક ચાલક યુવાનને હાથ, પગ માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજેલ છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉનામાં રહેતા મહેબુબભાઇ આલમભાઇ કુરેશી ઉ.વ.૪૦ પોતાની બાઇક પર ઊના ભાવનગર હાઇવે પર આવેલ મચ્છુન્દ્રી નદીનો પુલ પસાર કરતા હોય એ દરમ્યાન પુરપાટ ઝડપે બેફિકરાયથી ટ્રક ચલાવી હિટએન્ડ રન કરી બાઇક સવારને હડફેટે લેતા આ ગંભીર અકસ્માતમાં મહેબુબભાઇને ઇજાઓ થતા લોહીલોહાણ હાલતમાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. અને ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક લઇ નાશી છુટ્યો હતો. અને પુલ ઉપર અકસ્માતની ઘટના બનતા બન્ને સાઇડથી પસાર થતા વાહનોના થપ્પા લાગી જતા કલાકો સુધી ટ્રાફીક જામ થઇ ગયેલ હતો. અને મૃતક યુવાનને તાત્કાલીક ૧૦૮માં પીએમ માટે સરકારી હોસ્પીટલમાં ખસેડાયેલ ત્યાં મરણજનારના ભાઇ હનિફભાઇ આલમભાઇ કુરેશીએ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરીયાદ નોધાવેલ છે.


