માંગરોલ મા જાહેરમાં ફાયરીંગ કરી ભય નો માહોલ સજૅનાર શખ્સ રીજવાન ઉફૅ હંસલો યુસુફભાઇ જેઠવા ઉ વ 35 રે. માંગરોલ ના સામે માંગરોલ પોલીશે પાસા ની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી સમક્ષ રજૂ કરતા જે મંજુર થઈ આવતા આ શખ્સ ને ઝડપી લઇ સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે
સામાન્ય નાગરિક ને સુરક્ષ નો માહોલ કરી, ગંભીર ગુન્હા આચરતા સખ્શો મા કાયદા નો ડર રહે તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટી ની તથા ડી વાય એસ પી જે ડી પુરોહિત સાહેબ ની સુચના થી માંગરોળ પોલીસે આ દરખાસ્ત તૈયાર કરી મોકલતા મંજૂર થઇ આવતા આજે આ શખ્સ ને પોલીસ જાપ્તા સાથે સુરત રવાના કરવામાં આવેલ
આ કામગીરીમાં માંગરોલ પી એસ આઈ બી કે ચાવડા, હેડકોન્સ. એમ આર વાળા, કોન્સ સુરેશ દાફડા, કેતન મકવાણા, રવિ પરમાર, તથા હરેશ મુછાળ ના એ કામગીરી બજાવી હતી,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


