Gujarat

જેતપુરના પીઠડીયા ગામે કારમાં વિદેશી દારૂ-બીયર સાથે ચાર ઝડપાયા 

ગઈકાલે થર્ટીફસ્ટ નીમીતે જેતપુર પોલીસે વાહનચેકીંગ દરમિયાન રાજકોટ, ગોંડલના ૪ શખ્સોને ફોરવ્હીલ કારમાં વિદેશી દારૂ અને બીયર સાથે ઝડપી લઈ કાર સહીત રૂ.૮.૮૦ લાખનો મુદામાલ પકડી પાડયો છે.
આ અંગેની માહીતી મુજબ વિ૨પુર પોલીસસ્ટેશનના પીએસઆઈ એસ.એમ વસાવા, કોન્સ્ટેબલ જયદેવસિંહ, ભરતભાઈ, ધીરેનભા વિપુલભાઈ સહીતનો સ્ટાફ ગઈકાલે થર્ટીફસ્ટ નીમીતે હાઈવે પર આવેલા પીઠડીયા ટોલનાકા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજકોટ ત૨ફથી આવતી ફોરવ્હીલર કાર શંકાસ્પદ રીતે નીકળતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
કારમાં બેઠેલા મોહિત વિજય કથીરીયા (રહે. નાના મવા ચોકડી, નહેનગર સોસાયટી, રાજકોટ), ડેનીશ રસીક બારસીયા (રહે. ગોવિંદરત્નવીલા નજીક, નાના મવા સક્ષ), કિશન રાજેશ અંબાસણા (રહે. ૨ામનગર, ગોંડલ રોડ, રાજકોટ) અને યાસર યુસુપ્ત સપા (૨હે. ગોંડલ) નામના ચારેય શખ્સોને અટકાવી કા૨ની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બે બોટલ અને બીયરના ૬ ટીન મળી આવતા પોલીસે કા૨ સહીત કુલ રૂ.૮.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટ અને ગોંડલના ચારેય શખ્સોની ધરપકડ કરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *