મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજિત નવ નિયુક્ત ચૂંટાયેલ સરપંચો અને સભ્યો નો સન્માન સમારંભ કાર્યક્રમ છીપિયાલ ખાતે યોજાયો.જેમાં કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા, પૂર્વ મંત્રી બિમલભાઇ શાહ, બાલાસિનોર ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ,પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષક અતુલ પટેલ,કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શનાભાઈ,મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરભાઈ ડાભી,કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ,કઠલાલ તાલુકા મહિલા કૉંગ્રેસ પ્રમુખ વીણાબેન ઝાલા, કપડવંજ વિધાનસભા યુવા પ્રમુખ દિલીપસિંહ સોલંકી ,કઠલાલ કપડવંજ તાલુકા કોંગ્રેસ ના હોદ્દેદારો,અને નવ નિયુક્ત ચૂંટાયેલ સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા.સૌ સરપંચો અને સભ્યોને પુષ્પ માળા અને પુષ્પ ગુચ્છ આપી સમ્માનિત કરાયા અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
4 Attachments


