Gujarat

મહુવામાં રત્નકલાકારોએ ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

ભાવનગર
મહુવાના એસટી ડેપો નજીક આવેલા ડાયમંડનગરમાં રત્નકલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. રત્નકલાકારો વિરોધ નોંધાવી ભાવ વધારાની માગ સાથે કામકાજથી અળગાં રહ્યાં હતા. કોરોના સંક્રમણ ઓછું થતા હીરા ઉદ્યોગમાં તેજીનો ચમકારો જાેવા મળી રહ્યો હતો. ત્યારે મહુવાના રત્નકલાકારો દ્વારા ભાવ વધારાની માગ સાથે હડતાળ પાડવામાં આવી હતી. એક સાથે સમુહમાં રત્નકલાકારો દ્વારા ભાવ વધારાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરવામાં આવી હતી.ર્ રત્નકલાકારોએ કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. તેમ છતાં રત્નકલાકારોને કોઈ જ ફાયદો આપવામાં આવતો નથી. લોકડાઉનમાં પગાર પણ અપાયા નથી. તેજીમાં ભાવ અપાતો નથી. હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોને જ પીસાવાનો વારો આવી રહ્યો છે. આગામી સમયમાં વેપારી દ્વારા ભાવ વધારો નહી આપવામાં આવે તો કાયદેસરની લડત આપીશું અને હડતાલ પણ યથાવત રાખીશું. તેમ રત્નકલાકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું.ભાવનગરના મહુવામાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. મહુવાના એસટી ડેપો નજીક આવેલા ડાયમંડ નગરના રત્નકલાકારો બીજા દિવસે પણ ભાવ વધારાની માંગ સાથે પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યામાં એકઠા થઈ હડતાળ પર ઉતર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *