Gujarat

અંતે અખબારી અહેવાલનો પડઘો પડ્યો ખરો.. સાવરકુંડલાથી ભુવા તરફ જતાં નાવલી નદીનાં પુલ પર અંતે તંત્ર દ્વારા લોખંડના ગેલ્વેનાઇઝ પાઈપવાળી રેલીંગ ફીટ કરવામાં આવી ખરી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અંતે અખબારી અહેવાલનો પ્રતિઘોષ પડ્યો ખરો. હવે તંત્ર હરકતમાં આવ્યું સાવરકુંડલા શહેરમાં નાવલી નદી પર ભુવા રોડ તરફ જતાં રસ્તા પર જતાં પુલ પર અંતે રેલીંગ ફીટ કરવાની પ્રવૃત્તિ તંત્ર દ્વારા શરૂ કરાવમાં આવી છે. આમ તો અવારનવાર પુલ પર રેલીંગ ન હોવાથી લોકોને પુલ પરથી નીચે ગબડી પડવાનો ભય સેવાતો જોવા મળતો અને આવી રીતે માત્ર રેલીંગ ન હોવાને કારણે દ્વિચક્રી વાહનો પણ નદીના પટમાં ખાબકતાં જોવા મળેલ હતાં. લોકો પણ આ રેલીંગ ન હોવાથી ખાસકરીને રાત્રિના સમયે આ પુલ પરથી દ્વિચક્રી વાહન સાથે પસાર થતી વખતે પુલ પરથી ગબડી પડવાની ઘટનાઓ પણ જોવા મળી હતી. અંતે તંત્રનાં કાને આ અખબારી અહેવાલનો પ્રતિઘોષ સંભળાયો ખરો. આમ તો સાવરકુંડલાથી ભુવા તરફ જતો આ રસ્તો ટ્રાફિકથી ધમધમતો હોય છે.
અહીં ભુવા રોડ પર સાવરકુંડલા શહેરનાં લોકોનો પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.

20220105_134146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *