Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામે શ્રીએસ. સી. શાહ  હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રસીકરણના ત્રીજા દિવસે રસી લઇ ખુશી વ્યક્ત કરી

કવાટ તાલુકાના પાનવડ ગામની એસ સી શાહ હાઇસ્કુલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને ડર્યા વિના કોરોના વિરોધી રસી દીધી હતી, સાથે સંકલ્પ પણ લીધો હતો કે અમારી આજુબાજુ રહેતા લોકોને પણ રસી લેવા માટે પ્રોત્સાહિત કરીશું આ પ્રમાણે પાનવડ એસ સી શાહ હાઇસ્કુલ ખાતે 245 વિદ્યાર્થીઓએ રસીકરણ કરાવી હતી, આ રસીકરણના ત્રીજા દિવસે પાનવડ એસ સી શાહ હાઇસ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ અધિકારી પવાર સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કર્યો હતો, આરોગ્ય વિભાગના તમામ સ્ટાફ ખડેપગે રહી રસીકરણને વધુ વેગવંતુ બનાવ્યું હતું, આમ પાનવડ એસી સી.શાહ હાઈસ્કૂલમાં રસીકરણમાં વિદ્યાર્થીઓ હાજર રહી હસી લીધી હતી, જે બદલ પાનવડ એસ સી શાહ હાઇસ્કુલ ના ઈન્ચાર્જ આચાર્ય જે.બી.શાહે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માન્યો હતો, અને વધુમાં વધુ રસ લેવાનો અનુરોધ કર્યો હતો,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220105-180801_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *