Gujarat

ફિર મૌસમ બેઈમાન હો ગયા, જીના સબકા દુશ્વાર હો ગયા. સાવરકુંડલા શહેરમાં વાતાવરણમાં પલટો આવતાં શિયાળાને લાગ્યું ચોમાસાનું કમોસમી ગ્રહણ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હજુ તો ગઈકાલે રાત્રે વાદળિયું વાતાવરણ હતું અને ઠંડી તો નહિવત જણાતી હતી. આજે સવારે સૂર્યોદય થતાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ આખું વાદળોથી ધેરાયેલું જોવા મળતાં ભરબપોરે ભાંભળું વાતાવરણ જોવા મળ્યું હતું. ઘણાં ધરો અને ઓફિસોમાં તો છતે દિવસે લાઈટ ચાલુ કરી રોશનીનો સહારો લેવો પડતો જોવા મળેલ. આ કમોસમી માવઠાથી સાવરકુંડલા તાલુકાના ભૂમિપુત્રોની ચિંતા વધતી જોવા મળી હતી. કારણકે આ કમોસમી વરસાદનાં માવઠાને કારણે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. આ કમોસમી ઝરમરિયો વરસતાં મેઘરાજાએ પણ લોકોને બહાર નીકળતી વખતે ગરમ કપડાં પહેરવા કે રેઈનકોટ પહેરવો એ વિમાસણમાં મૂકી દીધાં. ઠંઠા પવનના સુસવાટા સાથે ઝરમરિયો કમોસમી વરસાદથી ખાસકરીને શરદી, ઉધરસ, શ્વાસ અને ફ્લ્યૂ જેવાં રોગો માથું ઉચકશે. આમ તો શિયાળો એ શરીર સૌષ્ઠવ માટે ખૂબ અનુકૂળ સમય હોય છે પરંતુ અવારનવાર બદલતાં મૌસમના મિજાજથી લોકોનું આરોગ્ય અને તંદુરસ્તી પર આવા કમોસમી વાતાવરણથી ગંભીર અસર પડે છે. એક તો હાલ કોરોનાના સંક્રમણે વેગ પકડયો છે એવામાં આ કમોસમી વરસાદને કારણે ભેજવાળા વાતાવરણમાં રોગચાળો વધી શકે પણ ખરો.. ખાસ કરીને નાનાબાળકો માટે આવું વાતાવરણ તેનાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતામાં વધારો કરી શકે છે.
ઝરમર ઝરમર વરસતાં વરસાદને કારણે શહેરનાં સમગ્ર રસ્તા ભીના થઈ ગયા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *