દેશ સહીત ગુજરાત રાજ્યમાં પણ જ્યારે કોરોના ફરીથી પલ્ટો મારી રહ્યો છે કોરોના તેમજ ઓમીક્રોન વાયરસના વ્યાપમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારશ્રી દ્વારા વધુ તાકેદારી ના ભાગરુપે વિદ્યાર્થીઓ ને વેકસીનેશન આપવાની કામગીરી શરૂ કરાઇ છે ત્યારે આજરોજ માંગરોળમાં દરબારગઢ ખાતે આવેલી નગરપાલિકા સંચાલિત સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર સ્કુલ ખાતે મેગા વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં ૧૫ થી ૧૮ વર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા વેકસીન લેવામાં આવી હતી જેમાં આજરોજ ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વેકસીન લીધી હતી. આ વેકસીનેશન મેગા કેમ્પમાં શાળા ના આચાર્ય મંજુલા બેન ડોડિયાની આગેવાની માં યોજાયો હતો જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અને શાળા ના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
આ વેકસીનેશન કેમ્પમાં શાળાની વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ પણ હાજરી આપી હતી તેથી શાળાના શિક્ષકોશ્રીઓ દ્વારા સમગ્ર વાલીગણનુ તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફને પૂરતો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
