Gujarat

એએમસી સંચાલિત સ્કૂલોના ૪ શિક્ષકો કોરોના પોઝીટીવ છતાં સ્કૂલો ચાલુ

અમદાવાદ
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ના સૂત્ર મુજબ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવે છે. હાલમાં મ્યુનિસિપલ સ્કૂલોમાં ઓડ ઇવન પદ્ધતિથી અમે અભ્યાસ ચાલુ રાખ્યો છે. સ્કુલોમાં જે પણ વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ દેખાય તેને તાત્કાલીક નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા શિક્ષકોને સૂચના આપી છે અને જે પણ વિદ્યાર્થીને તાવ અથવા શરદીના લક્ષણો હોય તો તેને સ્કૂલમાં ન મોકલવા વાલીઓને જાણ કરવામાં આવે છે. વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા જ શિક્ષકોને વર્ગખંડમાં પ્રવેશ કરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં મ્યુનિસિપલ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત નથી. અમદાવાદમાં કોરોનાના કેસો એકતરફ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને હવે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થાય છે. સાતથી દસ વર્ષની ઉંમરના ત્રણ બાળકો પણ ઓમીક્રોન પોઝિટિવ આવ્યા છે. જેથી જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેની વચ્ચે બાળકો પણ વેકસીનેટેડ ન હોય તેઓ પણ સંક્રમિત થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં બાળકોમાં કોરોના વધુ ફેલાય તેવી શક્યતા છે. છેલ્લા ૧૦ દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૫,૬૩૪ કેસ નોંધાયા હતા. આમ છતાં સરકાર વાઈબ્રન્ટ, ફ્લાવર-શો, કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ બંધ રાખવા અંગે એક શબ્દ પણ બોલતી ન હતી. જાે કે, ભાજપના ૪૦ નેતા-કાર્યકર પોઝિટિવ આવતાં એકાએક તમામ કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે છતાંય શિક્ષણમંત્રી સ્કૂલો ચાલુ રાખવાની જીદ લઈને બેઠા છે.રાજ્યમાં કોરોના ફરીવાર બેકાબુ થયો છે. હવે રોજે રોજ ત્રણ હજારથી વધુ કેસો નોંધાવા માંડ્યાં છે. એક બાજુ સરકારે વાઈબ્રન્ટ સમિટ, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલને મોકૂફ કરી દીધાં છે. બીજી તરફ સ્કૂલો બંધ કરવા અંગે હજી કોઈ ર્નિણય લેવાયો નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના ચાર જેટલા શિક્ષકો છેલ્લા ૧૦ દિવસમાં કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. એક લાખથી વધુ બાળકો અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરે છે અને ઓડ ઇવન પદ્ધતિથી સ્કૂલો ચાલુ રખાઈ છે. છસ્ઝ્રની સ્કૂલોમાં જુનિયર અને સિનિયર દ્ભય્થી લઈને ધોરણ સાત સુધી ૧.૬૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Ahmedabad-Municipal-Corporation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *