સુરત
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે બપોરે અચાનક શરદી-ખાંસી અને તાવની તકલીફ ઉભી થઈ હતી. જેથી ધર્મેશ ભંડેરીએ આજે સવારે ૧૦ વાગ્યે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. રેપિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હાલ ધર્મેશ ભંડેરની તબિયત સ્થિર છે.તેઓ ઘરે જ આઈસોલેટ થયા છે. આજ રોજ બપોર સુધી શહેરમાં નવા ૫૬૯ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૮૧૪૨ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. શહેરમાંથી એક પણ દર્દીને ડિસ્ચાર્જ નથી કરાયો જ્યારે જિલ્લામાંથી ૦૦ કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૧૭૭ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૨૭૭ નોંધાઈ છે. પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૦૪ વ્યક્તિઓ અઠવા ઝોનના અલથાણ વિસ્તારના સ્વસ્તિક પાર્કના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૦૬ વ્યક્તિઓ વરાછા ઝોન બીના નાના વરાછા વિસ્તારના વાડી ફળિયાના નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૦૪ વ્યક્તિઓ કતારગામ ઝોનના અમરોલી વિસ્તારના મહાવીરધામ-૨ના એક જ ઘરમાં નોંધાયેલ હોયતેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં શહેર અને જિલ્લામાં મળીને નવા ૫૬૯ કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં ૩ હજારને પાર કરી ૩૮૪૬ પર પહોંચી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. ૪૦ ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. આજે પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી પણ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ આઈસોલેટ થયા છે.
