Gujarat

પોલીસના ગ્રેડ પે મામલે ગાંધીનગરમાં ફરી મહિલાઓએ આંદોલન છેડ્યું

ગાંધીનગર
હાલમાં ગુજરાતના તમામ વિભાગમાં યુનિયન બનાવવાની મંજૂરી આપવામાં આવે છે એજ રીતે પોલીસ વિભાગમાં પણ યુનિયન બનાવવાની મજૂરી આપવા તેમજ તપાસ કે બંદોબસ્ત અર્થે જિલ્લામાં કે રાજયમાં પોલીસ કર્મચારીઓને જવાનું થાય તેવા સંજાેગોમાં સરકારી વાહન તેમજ તમામ સુવિધા આપી મળવાપાત્ર ભથ્થા તેમના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે સહિતની પડતર માંગણીઓ હતી. જાે કે એ સમયે રાજય સરકારે કમિટી રચના કરાઈ હતી. અને જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. સરકારે આઈજીપી બ્રિજેશ કુમાર ઝાને કમિટીના અધ્યક્ષ બનાવેલા છે. આ વાતને બે મહિના સમય વીતી ગયો હોવા છતાં પડતર માંગણીઓ સંદર્ભે કોઈ ર્નિણય નહીં લેવામાં આવતા આજે ફરીવાર ગાંધીનગરમાં પોલીસની મહિલાઓએ આંદોલન શરૂ કરી દીધું છે. આંદોલનના પગલે સવારથી જ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેનાં પગલે આંદોલનકારી મહિલાઓ આંતરિક માર્ગો પર થઈને પોલીસ વડા કચેરી તરફ કૂચ કરી હતી. પણ અહીં પણ પોલીસ દ્વારા રોકી લેવામાં આવતા મહિલાઓએ આઈજી કચેરી પાસે ધરણાં શરૂ કરી દીધા હતા. અને ચાર રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. જેનાં કારણે પોલીસ અને મહિલાઓ સાથે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. બાદમાં તેઓને ડીટેઈન પણ કરી લેવાઈ છે. હાલમાં તો આંદોલન ચાલુ કરી દેવાયું છે ત્યારે જાેવાનું રહે કે આ વખતે સરકાર દ્વારા ક્યાં પ્રકારના આશ્વાસન આપવામાં આવે છે.રાજય પોલીસના ગ્રેડ પે મામલે રચાયેલી સમિતિની રચના કર્યાને પણ બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પડતર માંગણીઓ સંદર્ભે આજદિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતાં આજે ફરી મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કરી દઈ આઈજી ઓફિસ નજીકમાં ધરણાં શરૂ કરી દેવામાં આવતાં પોલીસ સાથે ઘર્ષણના દૃશ્યો સર્જાયા છે. રાજય પોલીસ ગ્રેડ પે મામલે બે મહિના અગાઉ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજયભરમાંથી પોલીસ પરિવારો દ્વારા બાળકો સાથે પહોંચી આંદોલન છેડાયુ હતું. જેમાં પંદર જેટલી માંગણીઓ પોલીસ પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જે મુજબ ગુજરાત રાજયના એ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલનાં ગ્રેડ પે ખૂબ જ ઓછા છે. જેનાં બદલે ૪૨૦૦, ૩૬૦૦ અને ૨૮૦૦ ગ્રેડ પે કરવામાં આવે,ગુજરાત રાજયના પોલીસ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલીક વધારો કરવો જાેઈએ. ઉપરાંત પોલીસ કર્મચારીઓની ફરજનો સમય સુનિશ્ચિત કરવામાં આવે અને આઠ કલાકથી વધુ સમયથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેમજ વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો પણ આપવા જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *