નિ:સંતાન અને જરૂરિયાતમંદ સીનીયર સીટીજનોને રાણપુર રીયલ સ્પીનટેક્ષ ખાતે ગરમ ધાબળા- રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ.
નિ:સંતાન અને અતિ જરૂરિયાતમંદ ૨૫ વડીલોને રીયલ સ્પીનટેક્ષ રાણપુર દ્વારા દત્તક લઇ તેઓની કાયમી જવાબદારી લીધી..
સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા પોલીસ અંતર્ગત છેલ્લા બે વર્ષથી જિલ્લામાં વડીલોની સુરક્ષા અને સેવા માટે *“દાદા-દાદીના દોસ્ત”* અભિયાન અમલમાં છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએથી નોંધણી થયેલ તમામ સીનીયર સીટીજન સાથે નિયમિત રીતે ટેલિફોનિક કાઉન્સેલીંગ, રૂબરૂ મુલાકાત, મેડીકલ ચકાસણી તથા મુશ્કેલીના સમયમાં પોલીસ વિભાગ દ્વારા તાત્કાલીક સહાય જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહેલ છે જેના લીધે બોટાદ જિલ્લા પોલીસ સાચા અર્થમાં આ વડીલોના સંતાન સમાન સાબિત થઇ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત હાલ નોંધણી થયેલ કુલ-૩૩૯૦ જેટલા સીનીયર સીટીજનની સમયાંતરે રૂબરૂ મુલાકાત ઉપરાંત અલગથી એક સર્વે કરાવી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા નિ:સંતાન અને ખુબ જ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા કુલ-૧૦૦ જેટલા વડીલોની એક અલગથી યાદી તૈયાર કરવામાં આવી અને આ વડીલોની ખુદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જિલ્લા કક્ષાએથી જ ખાસ સંભાળ લેવામાં આવી રહેલ છે. અતિ જરૂરિયાતમંદ, નિ:સંતાન અને અસહાય એવા જિલ્લાના આ ૧૦૦ વડીલો પૈકી પોલીસ વડા હર્ષદ મહેતાના પ્રયાસોથી કુલ-૫૦ વડીલોની કાયમી જવાબદારી સેવાભાવી સંસ્થાઓ/દાતાઓ દ્વારા લેવામાં આવેલ અને આ વડીલોને દત્તક લેવામાં આવેલ છે. આ અભિયાનને વધુ સાર્થક કરતા તા.૬/૧/૨૦૨૨ ના રોજ રીયલ સ્પીનટેક્ષ ખાતે રાણપુરના જરૂરિયાતમંદ કુલ-૨૫ સીનીયર સીટીજન માટે રાશન કીટ તથા ગરમ ધાબળાનો વિતરણ કાર્યક્રમ હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ ની ઉપસ્થિતિમાં તથા પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી, સ્વામિનારાયણ ગુરૂકુળ, કરમડ,રાણપુરના સરપંચ ગોસુભા પરમાર,અગ્રણી ઘનશ્યામભાઈ સાવધરીયા,નરેન્દ્રભાઈ દવે,હરીરામબાપુ દેસાણી ની પ્રેરક હાજરીમાં રીયલ સ્પીનટેક્ષ રાણપુરના કૌશરભાઇ કલ્યાણીના સૌજન્યથી કરવામાં આવેલ છે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક દ્વારા “દાદા-દાદીના દોસ્ત” અભિયાનની રૂપરેખા તથા આ અભિયાન અંતર્ગત અગાઉ થયેલ કાર્યક્રમો, સીનીયર સીટીજનને પોલીસ વિભાગે તાત્કાલીક પુરી પાડેલ મદદ વિશે તથા મેડીકલ ચેકઅપ વિશે માહિતી આપવામાં આપી હતી અને પોલીસના વિભાગના પ્રયાસોથી કેવી રીતે અતિ જરૂરિયાતમંદ વડીલોને દાતાઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા તે વાત રજુ કરી હતી. કૌશરભાઇ કલ્યાણી દ્વારા આ કુલ-૨૫ વડીલોને એક માસ ચાલે તેટલા રાશનની કીટ તથા ગરમ ધાબળાનું વિતરણ પુજ્ય સ્વામી પોલીસ અધિક્ષક તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ સિરાજભાઇ ગાંગાણી દ્વારા જિલ્લાના નિ:સંતાન અને અતિ જરૂરિયાતમંદ એવા કુલ-૨૫ વડીલોને રીયલ સ્પીનટેક્ષ રાણપુર દ્વારા દત્તક લઇ તેઓની કાયમી જવાબદારી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ. કાર્યક્રમમાં હાજર તમામ વડીલો માટે પૌષ્ટિક ભોજન તથા તેઓને ઘરે લાવવા-લઇ જવાની વ્યવસ્થા પણ રીયલ સ્પીનટેક્ષ દ્વારા કરવામાં આવેલ હતી. પોલીસ વિભાગના પ્રયાસોથી દાતાઓ દ્વારા મળેલ સહાયથી તમામ સિનિયર સીટીજનોની આંખોમાં જિલ્લા પોલીસ પ્રત્યે એક અનોખી લાગણી જળકતી હોવાના દ્રશ્યો સર્જાયા છે અને સિનિયર સીટીજનોને મદદરૂપ બની બોટાદ જિલ્લા પોલીસ પણ ખાખીની સંવેદનાના નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. નિ:સંતાન એવા આ સિનિયર સીટીજનોને પોતાની ભાળ લેવાવાળુ પણ કોઇ છે એવી લાગણી સાથે આ અભિયાનના દ્રષ્ટા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને દાતાઓનો આશીર્વાદ સહ આભાર વ્યક્ત કર્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
