Gujarat

આજે સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીઓએ સાવરકુંડલા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં  પંદર વર્ષથી અઢાર વર્ષનાં બાળકોને કોવેક્સિનના પ્રથમ ડોઝ આપવાની ઝૂંબેશને વેગ આપ્યો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજે સાવરકુંડલા શહેરમા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કોવિડ વેક્સિનેશન રસીકરણ કામગીરી અંતર્ગત પંદર વર્ષથી અઢાર વર્ષ સુધીના બાળકોને કોવેક્સિનના પ્રથમ ડોઝ આપવામાં આવ્યાં હતાં. જો કે આ સંદર્ભે શહેરની બનજારા હાઈસ્કૂલ, જે. વી મોદી હાઈસ્કુલ અને મહુવા રોડ સ્થિત આવેલા એસ. એમ. જી કે. સંકુલમાં પણ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ પણ હવે સમય અને સંજોગો જોતાં રસીકરણ એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધવામાં છે ત્યારે કોવિડ વેક્સિનેશન દ્વારા પણ આપણે સ્વ અને સમાજને થોડે ઘણે અંશે સુરક્ષિત રાખી શકીએ છીએ એટલે વિના સંકોચ અને કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર આપ વહેલી તકે રસી મૂકાવી સ્વયંને સુરક્ષિત કરવાની આપણી ફરજ પણ નીભાવવી જોઈએ. આજે રસીકરણ કામગીરી અંતર્ગત અહીં એસ. એમ જી. કે સંકુલમાં પણ કામગીરીમાં અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ડો. મયૂર પારઘીની સૂચના અને માર્ગદર્શન મુજબ ડો. રોનક ગોંડલિયા, પિયુષભાઈ જેઠવા (અર્બન હેલ્થ સુપરવાઇઝર), ડો. વિવેક લાડવા, ડો. જિગ્નાબેન પટેલ, પારુલબેન સરવૈયા, મીનાબેન દાફડા, તૃપ્તિબેન પંડ્યા, તથા અલ્પાબેન લેઉવા તથા જે. વી મોદી હાઈસ્કુલ સાવરકુંડલા ખાતે હેલ્થ કર્મચારીઓ ડો. ઋત્વિક પટેલ, ડો. મનીષા પટેલ, ડો. નિરાલી કચ્છી, ડો. કૃપા ગજ્જર, કાજલ કુકડ, જલ્પા દાફડા, પાયલ અને મનીષા વગેરે આ કામગીરીમાં વ્યસ્ત જોવા મળેલ. જે. વી મોદી હાઈસ્કુલનાં આચાર્ય ગૌરાંગ જોષી, અને એસ. એમ. જી. કે હાઈસ્કૂલના સ્કૂલમાં બોદર સાહેબે પણ આ સંદર્ભે બાળકોને કોવિડ વેક્સિનેશન સંદર્ભે જાગૃત કરી અને શક્ય તેટલી વહેલી તકે રસીકરણ થાય તેવાં પ્રયત્નો કરતાં જોવા મળેલ. આમ વેક્સિનેશનની ઝૂંબેશને સફળ બનાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓનાં કર્મચારીઓ અને હેલ્થ કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

IMG-20220107-WA0163.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *