Maharashtra

મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબલના ૨૨ કર્મચારી કોરોના પોઝીટીવ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ૪૦,૯૨૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે ૨૦ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે રાજ્યમાં ૧૪,૨૫૬ લોકોએ કોરોનાને માત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં ૧,૪૧,૪૯૨ સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૬૫,૪૭,૪૧૦ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ રાજ્યમાં રિકવરી રેટ ૯૫.૮ ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દર ૨.૦૭ ટકા નોંધાયો છે. રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જાે મુંબઈની વાત કરીએ તો શુક્રવારે મુંબઈમાં કોરોના વાઈરસના ૨૦,૯૭૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે ૬ લોકોના મોત નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે મુંબઈમાં ૮,૪૯૦ લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. હાલ શહેરમાં ૯૧,૭૩૧ એક્ટિવ કેસ છે. મુંબઈમાં અત્યાર સુધીમાં ૮,૭૪,૭૮૦ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી ૭,૬૪,૦૫૩ દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે કોરોનાથી ૧૬,૩૯૪ દર્દીઓના મોત થયા છે. હાલ શહેરમાં૬ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર આવ્યા છે. આ સાથે ૧૨૩ બિલ્ડીંગ પણ સીલ કરવામાં આવી છે. સામાન્ય લોકોની સાથે મુંબઈ પોલીસ પર પણ કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૯૩ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત જાેવા મળ્યા છે. તે જ સમયે અત્યાર સુધીમાં કુલ ૯,૬૫૭ મુંબઈ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે હાલ રાજ્યમાં વધતા કેસને જાેતો ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. એક બાદ એક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલના સરકારી આવાસમાં ૨૨ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. એક સાથે આટલા લોકો સંક્રમિત થતાં હાલ તંત્ર દોડતુ થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *