Delhi

મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ થયા પોઝીટીવ

નવીદિલ્હી
ચાર દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેણે ટિ્‌વટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. કેજરીવાલે કહ્યુ હતુ કે, મને હળવા લક્ષણો છે અને હું ઘરે જ આઈસોલેટ થયો છુ. ઉલ્લેખનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલા તેણે પંજાબ અને ઉત્તરાખંડની ઘણી રેલીઓમાં ભાગ લીધો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૧૭,૩૩૫ નવા કેસ સામે આવ્યા છે, આ સાથે સંક્રમિત દર ૧૭ ટકા પર પહોંચી ગયો છે. આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે. જાે કે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્‌યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્યારે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ કોરોના સંક્રમિત થયા છે. તેણે ટિ્‌વટ કરીને લખ્યુ છે કે ‘કોવિડ-૧૯ તપાસમાં હું સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સાથે તેણે સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ઉપરાંત માલીવાલે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યુ કે, ‘ગ્રાઉન્ડ લેવલ પર આટલું કામ કરવા છતાં, અત્યાર સુધી કોવિડ -૧૯ થી હું બચી ગઈ હતી. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ચેપી છે જેથી સાવચેતી રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *