International

દિલ્હી સીએમ કેજરીવાલ કોરોનાને મ્હાત આપી સેવામાં હાજર

અમેરિકા
અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા બાદ ૫ જાન્યુઆરીના રોજ ગોવામાં યોજાનાર કેજરીવાલની મોટી ત્રિરંગા યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. જાે કે હવે જ્યારે ૫ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ચૂંટણી પંચ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં વર્ચ્યુઅલ સભાઓને સંબોધિત કરતા જાેવા મળશે. દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર હાલમાં રાજધાનીમાં કોરોનાના ૪૮,૧૭૮ સક્રિય કેસ છે. જેમાંથી ૧,૪૮૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય અન્ય દર્દીઓને હોમ આઈસોલેશન અથવા કોવિડ કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ વધતા કેસને જાેતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.ફરી એક વાર સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયા હતા. જાે કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઝ્રસ્ કેજરીવાલે ટ્‌વીટ કરીને માહિતી આપતા લખ્યુ કે તેમનો કોવિડ -૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, વધુમાં લખ્યુ કે, કોરોનામાંથી સાજા થયા બાદ હું ફરી એકવાર તમારી સેવામાં હાજર છુ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૩ જાન્યુઆરીના રોજ દહેરાદૂનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, ત્યારબાદ તેમને કોરોના લક્ષણ જાેવા મળતા કોરોના રિપોર્ટ કરાવ્યો, જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. આ દરમિયાન કેજરીવાલે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

Arvind-Kejriwal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *