Delhi

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧ દિવસમાં ૧૦૦૯ ઓમિક્રોનના કેસ નોંધાયા

,નવીદિલ્હી
દેશભરમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૨૭ રાજ્યોમાં ઓમિક્રોનના ૩,૬૨૩ નવા કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યાં ઓમિક્રોનના ૧,૦૦૯ કેસ મળી આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બની ગયું છે જ્યાં એક હજારથી વધુ ઓમિક્રોન કેસ મળી આવ્યા છે. ભારતમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટના વધતા સંક્રમણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ જાેખમી વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્‌યુ, વીકએન્ડ કર્ફ્‌યુ, સહિત શાળાઓ અને કોલેજાે બંધ રાખવા સહિતના ઘણા કડક નિયંત્રણો લાદ્યા છે.નિષ્ણાતોનું માનવુ છે કે ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેર ટોચ પર આવી શકે છે. ત્યારે હાલ કોરોનાના વધતા કેસોએ સમગ્ર દેશની ચિંતા વધારી છે. એક અઠવાડિયા પહેલા જે કેસ ૨૨ હજારની આસપાસ હતા, તેમાં ૭ ગણાનો વધારો થયો છે અને નવા કેસ ૧.૫૦ લાખને પાર પહોંચી ગયા છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪૦,૮૬૩ દર્દીઓ રિકવર થયા છે, આ સાથે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૩,૪૪,૫૩,૬૦૩ થઈ છે.વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત જાેવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઈરસના ૧,૫૯,૬૩૨ નવા કેસ નોંધાયા છે,સાથે જ ૩૨૭ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ સાથે એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને ૫,૯૦,૬૧૧ થઈ ગઈ છે. આ સિવાય ઓમિક્રોનના નવા કેસ પણ વધીને ૩,૬૨૩ થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત ૧,૪૦૯ દર્દીઓ રિકવર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *