આફ્રિકા
ટાઈગ્રે પ્રદેશમાં હવાઈ હુમલા કોઈ નવી વાત નથી. ૧૮ ઓક્ટોબરથી અત્યાર સુધીના હુમલા પહેલા ૧૪૬ લોકો માર્યા ગયા છે અને ૨૧૩ ઘાયલ થયા છે. ગયા વર્ષે પ્રકાશિત કરાયેલી સેટેલાઈટ છબીઓ દર્શાવે છે કે ટાઈગ્રે પ્રદેશમાં શરણાર્થી શિબિરોના ૪૦૦થી વધુ શરણાર્થી કેમ્પને ખરાબ રીતે નુકસાન થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આ બધું હવાઈ હુમલામાં થયું હતું. આ શરણાર્થીઓ નવેમ્બર ૨૦૨૦થી આ શિબિરોમાં રહે છે, જ્યારે ઈથોપિયન સૈન્ય અને વિદ્રોહીઓ વચ્ચે ટાઈગ્રે ક્ષેત્રમાં લડાઈ શરૂ થઈ હતી. જેના કારણે ઈથોપિયન બોર્ડર પર ચાર કેમ્પ લગાવવામાં આવ્યા હતા, જ્યાં ૯૬,૦૦૦ લોકો રહે છે.આફ્રિકન દેશ ઈથોપિયામાં હિંસા સતત વધી રહી છે. મધ્યરાત્રિએ અહીં ટાઈગ્રે ક્ષેત્રમાં શરણાર્થી શિબિર પર અચાનક હવાઈ હુમલો થયો હતો. જેમાં ૫૬ લોકોના મોત થયા છે અને ૩૦ લોકો ઘાયલ થયા છે. આમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની ફાઈટીંગ ટાઈગ્રે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ પાર્ટીના પ્રવક્તા ગેતાચેવ રેડાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન અબી અહેમદ સૈનિકોએ ડેડેબિટમાં વિસ્થાપિત લોકોની શિબિર પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ૫૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. રાહતકર્મીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ હુમલો શુક્રવારે મોડી રાત્રે ડેડેબિટમાં થયો હતો. જે એરીટ્રીયન બોર્ડર નજીકના પ્રદેશના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. તે જ સમયે, સૈન્ય પ્રવક્તા કર્નલ ગાર્નેટ અદાને અને સરકારના પ્રવક્તા લેગસી તુલુએ આ મામલે હજુ સુધી કંઈ કહ્યું નથી. વડા પ્રધાનના પ્રવક્તાએ પણ સ્થાનિક મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. આ પહેલા પણ સરકારે વિદ્રોહી દળો સામે ૧૪ મહિના સુધી ચાલેલા સંઘર્ષમાં નાગરિકોના મોતનો ઈન્કાર કર્યો હતો. સરકારે ઘણા વિપક્ષી નેતાઓને જેલમાંથી મુક્ત કર્યા અને કહ્યું કે, તે આ લોકો સાથે સમાધાન માટે વાત કરશે. રાહત કાર્યકર્તાએ જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓએ હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેણે ઘાયલોની તસવીરો પણ બતાવી. જે દર્શાવે છે કે હુમલામાં બાળકો પણ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ શિબિરમાં ઘણા બાળકો અને વૃદ્ધો પણ રહેતા હતા. હુમલો મધ્યરાત્રિએ થયો હતો, જ્યારે અંધારું હતું અને લોકો પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો.
