ઊના દિવ રોડ પર આવેલ નાલીયા માંડવી ગામ નજીક દિવથી આવતી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કામરૂ કાસમ મકવા રહે. દિવ, વિજય મનસુખ ગોહીલ હાલ રહે. દિવ મૂળ.રાજકોટ તેમજ સોહીલ ઉર્ફે બોબ સબ્બીર મીર રહે. દિવ આ ત્રણેય શખ્સો દિવ તરફથી કાર નં.જીજે ૦૪ એએમ ૮૬૪૮ માં દારૂ લઇ આવતા હોવાની બાતમી આધારે બપોરના સમયે પોલીસે નાલીયા માંડવી નજીક જશરાજ ટાઉનસીપ પાસે વોચગોઠવી કારને રોકાવી તલાસી લેતા કારમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની બોટલ નં. ૭૨ તેમજ ૩ મોબાઇલ, તથા કાર સહીત કુલ કિ.રૂ.૧.૩૯,૮૦૦ ના મુદામાલ સાથે ત્રણેય શખ્સોને ઝડપી પાડી પો.અશ્વિનભાઇ ડોડીયાએ ત્રણેય શખ્સો સામે ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


