Gujarat

વલસાડ જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો જાેવા મળ્યો

વલસાડ
ડિસેમ્બર ૨૦૨૧ના અંતિમ સપ્તાહથી ધીમી ગતિએ આગળ ધપી રહેલા કોરોનાએ નવા વર્ષ ૨૦૨૨ના પ્રથમ માસ જાન્યુઆરીના પ્રથમ દિવસે ૪ ૧૯ કેસ સાથે ફુંફાડો મારતાં અનહોનીના એંધાણની પ્રતિતી થઇ હતી અને ત્યારથી જ સતત કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન ૧૦૦ની સરેરાશથી વધતા રહ્યા છે. જાન્યુઆરીના પ્રથમ ૯ દિવસમાં જ ૬૯૮ કેસ નોંધાઇ જતાં બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં વધુ માત્રામાં કેસો સામે આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાયું છે. જાેકે. બીજી લહેરમાં જે ઘાતકતા સામે આવી હતી તેવી સ્થિતિ જાેવા મળી નથી તેની હાલે તો રાહત છે.બીજી તરફ રવિવારે જિલ્લામાં વધુ ૧૪૦ કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં સંક્રમિત થયેલા ૨૫ ટકા દર્દીએ ડબલ ડોઝ અને ૬૫ ટકા સિંગલ ડોઝ તથા ૧૦ ટકા ડોઝ વિનાના જાેવા મળ્યા હોવાનું આરોગ્ય સૂત્રોના અંદાજા મુજબ જાણવા મળ્યું છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળ્યા મુજબ હાલમાં જે કેસ નોંધાઇ રહ્યા છે તેમાં ૭૦ થી ૭૫ ટકા વેક્સિનેટેડ કેસ આવી રહ્યા છે.જેમાં ૨ ટકા અગાઉ સંક્રમિત થયા હતા તે પણ ફરી સંક્રમિત થયા છે. નવા કેસોમાં ૨૫ ટકા ડબલ ડોઝ પૂર્ણ કરેલા અને ૬૫ ટકા સિંગલ ડોઝવાળા તથા ૧૦ ટકાની અંદર વેક્સિન વિનાના હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કોરોનાની અગાઉની ઘાતકતા અને ગંભીર દર્દી જાેવા મળ્યા નથી.રેપિડ એન્ટીજન, આરટીપીસીઆર ટેસ્ટમાં નવા કેસોમાં પોઝિટિવ થતાં ૮૦ ટકા સંક્રમિત હોમ કોરોન્ટાઇન થઇ રહ્યા છે. જ્યારે લગભગ ૨૦ ટકા હોસ્પિટલમાં સારવાર લેવાનું મુનાસિબ સમજી રહ્યા છે.સિવિલમાં ૪ દર્દી સારવાર લીધી છે.એક્ટિવ કેસના ૫ ટકા દર્દી જ હોસ્પિટલમાં જાય છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના કેસો વધતા સંઘ પ્રદેશનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જેને લઈને નાઈટ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેની સાથે વધુ સતર્કતાના ભાગ રૂપે રામસેતુ બીચને ૩ દિવસ માટે સહેલાણીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. શુક્ર, શનિ અને રવિવારે રામસેતુ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેને લાઈની રામસેતુ બીચ સહેલાણીઓ વગર સુમસામ જાેવા મળ્યો હતો.વલસાડ જિલ્લામાં જાન્યુઆરીથી કોરોનાના કેસોમાં કુદકેને ભૂસકે વધારો નોંધાઇ રહ્યો છે. જાેકે, હોસ્પિટલોમાં ૫ ટકા દર્દી જ સારવાર માટે દાખલ થઇ રહ્યા છે જ્યારે બાકીના મોટાભાગના દર્દીઓ હોમકોરન્ટાઇનમાં જ કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર રાખવામાં આવ્યા છે. રવિવારે વધુ ૧૪૦ દર્દી કોરોના ટેસ્ટમાં પોઝિટિવ નિકળ્યા હતા. જેમાં ૯ બાળક અને ૧૭ યુવા કોરોનાની ઝપેટમાં ચઢી ગયા હતા. જાેકે, કોઇ મૃત્યુનો બનાવ સામે આવ્યો ન હોવાથી થોડી રાહત અનુભવાઇ રહી છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૭૪૪ પર પહોંચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *