Gujarat

રાજકોટમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો

રાજકોટ
રાજકોટમાં રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ ૧૦,૫૦૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને ૧,૬૮૬ ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રેલનગર – ૨ શેરી નં. ૬/૨ નો ખુણો, શ્રી નાથજી પાર્ક, ગંગોત્રી પાર્ક, રામ પાર્ક, ઋષીકેશ પાર્ક, આરાઘના સોસા., વસુઘા સોસા., રજપુત૫રા, કૃષ્ણ૫રા, બાવાગોરની શેરી, ભીડભંજન, ચામડીયા૫રા, ખાટકીવાસ, વેલનાથ૫રા, સીતારામ પાર્ક (મોરબી રોડ), રેલનગર, સુંદરમ સીટી, કુષ્ણનગર, આર્યશ્રી સોસા., પોલીસ ભરતી ગ્રાઉન્ડ વગેરે વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી છે. ડેન્યુગર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જાેવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૪૧૨ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂીલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે ૫૨૫ આસામીને નોટિસ આપવામાં આવી છે.એક તરફ ઓમીક્રોનની દહેશત ફેલાઈ રહી છે ત્યારે બીજી તરફ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના ૭૬ અને શરદી-ઉધરસના ૪૧૫ દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ ૧૨૮ કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુનો ૧, મેલેરીયાનો ૧ અને ચિકનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે. સાથોસાથ શ્વાન કરડવાના ૩૭૧ કેસ નોંધાયા છે. આ આંકડા તારીખ ૩થી ૯ જાન્યુઆરી સુધીના છે જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *