સિમેન્ટ,ડામર,રેતી ,કપચી ,ઈંટો સહિતના બિલ્ડીંગ મટીરીયલ અને ટ્રાન્સપોર્ટેશન તેમજ કારીગર અને મજૂરી મા થયેલ અસહ્ય 30 થી 40 % ભાવ વધારો થયો છે,ત્યારે હાલમાં ચાલી રહેલા કામો જુના ભાવે પૂર્ણ કરવા શક્ય નથી,જે અંગે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ એ 7/12 ના રોજ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજુઆત કરી હોવા છતાં કોઈ પ્રતિભાવ મળેલ ન હોઈ 3 જાન્યુઆરીએ મળેલ કોન્ટ્રાક્ટર એસો.ની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ પ્રથમ તબક્કામાં તમામ કોન્ટ્રાક્ટરો 8 મી જાન્યુઆરી થી રાજ્યના તમામ વિભાગોની ટેન્ડર પ્રક્રિયાથી અળગા રહેશે અને તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવે તો કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં ચાલી રહેલ તમામ કામો બંધ કરી દેશે,કોન્ટ્રાક્ટરોની માંગ છે કે SOR ના ભાવ રિવાઇઝ કરવાની સાથે તેમને હાલ ચાલી રહેલ કામોમાં 30 થઈ 40 ટકા નો ભાવ વધારો આપવામાં ની સાથે 12 %થી વધારી 18% કરાયેલ GST ના વધારો કરાયેલ ટકા મજરે આપવામાં આવે, તેવી વિવિધ સાત માંગણીઓ સાથે આજે તેમણે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે,જો કોન્ટ્રાક્ટરો દ્વારા કામો બંધ કરી દેવાશે તો રાજ્યમાં ચાલતા વિકાસના તમામ કામો ઉપર બ્રેક લાગશે તેમાં કોઈ બે મત નથી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


