બોટાદ જીલ્લા ભાજપ પ્રભારી ટી.એમ પટેલ, પ્રભારી મંજુલાબેન દેત્રોજા અને બોટાદ જીલ્લાના પ્રમુખ ભીખુભા વાઘેલા, ઝોન મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા, રાણપુર તાલુકા પ્રભારી જામસંગભાઈ પરમાર, રાણપુર તાલુકા પ્રમુખ ધીરુભાઈ ઘાઘરેટીયા તથા મહામંત્રી તેમજ બોટાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા તથા મહામંત્રી સાથે પરામર્શ કરી રાણપુર તાલુકા ભાજપ યુવા મોરચા ની ટીમની નિમણુંક કરવામાં આવી જેમાં રાણપુર તાલુકા ભાજપના યુવા આગેવાન અને મોટીવાવડી ગામના રવિભાઈ વલકુભાઈ ધાધલની રાણપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી તેમજ બે મહામંત્રી,ચાર ઉપ.પ્રમુખ,પાંચ મંત્રી,એક કોષાધ્યક્ષ,સાત કારોબારી સભ્ય સહીત 20 સભ્યો ની રાણપુર તાલુકા ભાજપ યુવા મોરચાની ટીમની નિમણુક કરવામાં આવતા રાણપુર તાલુકા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા આ નિમણુક પામેલા તમામ હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા હતા…
રિપૉર્ટર-વિપુલ લુહાર,રાણપુર
