Gujarat

ગીરગઢડાના કોદીયા ગામે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

ગીરગઢડાના કોદીયા ગામ પાસે પુરપાટ ઝડપે ચલાવી આવતો કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ જ્યા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજેલ હતું. આ બાબતે મૃતકના ભાઇએ અજાણ્યા કાર ચાલક વિરૂધ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કાળુભાઇ ઉર્ફે ભવાનભાઇ નારણભાઇ પરમાર પોતાના ઘરેથી બાઇક નં.જીજે. ૩૨ એચ ૦૯૩૮ પર રાત્રીના સમયે વાડીએ દિકરાને ટીફીન દેવા નિકળેલ હતા. ત્યારે કોદીયા ગામે ખોડીધારની બાજુમાં કાર ઇકો નં જીજે. ૩૨ કે ૦૧૬૪ નો ચાલકે પુરઝડપી ગફલત રીતે ચલાવી બાઇકને ધડાકાભેર ભટકાવી દેતા બાઇક પર સવાર કાળુભાઇ ઉર્ફે ભવાનભાઇ નારણભાઇ પરમારને મોઢા માથા સહીત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં રસ્તા પરજ બેભાન થઇ ઢળી પડ્યા હતા. અને આ અકસ્માની જાણ ગામના લોકોએ તેમના પરીવારને કરતા તેમના પરીવારના સભ્યો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલા અને ઇમરજન્સી ૧૦૮માં ઉના ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયેલ જ્યાં સારવા દરમ્યાન તબીબે મોત નિપજેલ હોવાનું જણાવતા પરીવારજનોમાં શોકનું વાતાવરણ ફેલાયેલ હતું. જ્યારે અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. આ અંગે મૃતકના ભાઇ કનુભાઇ નારણભાઇ પરમારે ગીરગઢડા પોલીસમાં અજાણ્યા કાર ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *