Gujarat

મકરસંક્રતિ ના તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્કલના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ

છોટાઉદેપુર
છોટાઉદેપુર  જિલ્લામાં મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી, છોટાઉદેપુરએ એક જાહેરનામા દ્વારા ચાઈનીઝ દોરી તથા તુકકલના (સ્કાકય લેન્ટર)ના  અનઅધિકૃત વેંચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
 આ જાહેરનામામાં જણાવ્યાક પ્રમાણે મકરસંક્રાતિના તહેવાર દરમિયાન લોકો દ્વારા પતંગ ચગાવવા માટે ચાઈનીઝ તુકકલ(સ્કાય લેટન્ટર્ન)  તેમજ ચાઈનીઝ/સિન્થેટિક માંઝા/નાયલોન/સિન્થેટિક પદાર્થ/ચાઈનીઝ /માંઝા/પ્લાસ્ટીક દોરી/કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. આવા તહેવાર દરમિયાન ઉપયોગમાં લેવાતી આ પ્રકારની દોરીથી પક્ષીઓ તથા માણસોને જીવલેણ ઈજાઓ થવાની સંભાવના રહેલી છે. માટે જાહેર જનતા, પશુ, પક્ષી, જાહેર/ખાનગી માલ મિલ્કીતને તેમજ પર્યાવરણને નુકશાન ન થાય અને  જાહેર વ્યપવસ્થા ના હેતુ માટે સ્કાવય લેન્ટીર્ન ઉત્પા દન/વેચાણ અને ઉડાડવા પર તથા વેંચાણ કરવામાં આવે તે હકીકત ધ્યાને રાખી છોટાઉદેપુર જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ વિસ્તાપરમાં આ પ્રકારના બનાવટના ચાઈનીઝ તુકકલથી પક્ષીઓ તથા માણસોને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તથા તેઓની સલામતી જળવાય અને કાયદો – વ્યવસ્થાણની પરિસ્થિ તિ સારી રીતે જળવાઈ રહે તે માટે જાહેર વ્યવસ્થાળના હેતુમાટે ચાઈનીઝ તુકકલ(સ્કાય લેટન્ટર્ન) તેમજ ચાઈનીઝ/સિન્થેટીક માંઝા/નાયલોન/સિન્થેટીક પદાર્થ/ચાઈનીઝ/માંઝા/પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના અનઅધિકૃત વેચાણ/ ઉપયોગ કરવા પર આ જાહેનામાથી જિલ્લા મેજિસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૮/૧/૨૦૨૨ થી ૩૧/૧/૨૦૨૨  સુધી  મનાઈ ફરમાવવામાં આવે છે.
આ જાહેનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર  ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *