Gujarat

સરકારે ૮૬ ઘરમાં નળ નાંખ્યા પણ પાણી હજુ નથી આવ્યું

નવસારી
સરકારે અહીં બે મિનિ ટાંકી, અનેક બોર મોટર અને વધુ તો ૮૬ ઘરમાં નળ કનેક્શન નવીન પાઇપ લાઈન કરીને આપ્યા છે. પરતું પાણી ક્યાં છે ? ઘર સુધી નળ આવ્યા તે નલ સે જલ યોજનામાં સિવિલ કામ થયું, તેમાં ચૂકવણું પણ થયું હોવાનું ગ્રામજનોને જાણવા મળ્યું છે. ગામમાં નલ સે જલમાં પાણીની નવીન ટાંકી બનાવવાની છે. જેની કામગીરી ચાર માસથી અધૂરી પડી છે. અલગ અલગ વિભાગ પાણી પુરવઠાના કામ કરે છે.પણ પાણી ક્યાં છે? હાલ તો કોલુંકાછલી ફળિયાની મહિલાઓ ગામના માત્ર ત્રણ હેન્ડપંપ ઉલેચવા મજબૂર બની છે. સવારે હેન્ડપંપ પર પાણી માટે લાઈનો પડે છે. પશુઓને પીવાડવા પંપ જ ઉલેચવા પડે છે. મેણ નદી નજીકનું ગામ છતાં પાણી માટે ભર શિયાળે મહિલાઓને હેન્ડપંપ ઉલેચવા પડે છે. તો ઉનાળાની વાત જ ક્યાં કરવી. સગર્ભા બેનોને પણ આ દિવસોમાં હેન્ડપંપ ઉલેચવા પડે છે. નળ મૂક્યા પાણી ક્યાં છે. વહેલી સવારે ઉઠવું પડે છે. પાણીની સુવિધાઓ માટે સરકાર લાખ્ખોનો ખર્ચ કરે છે. પણ ગામમાં કોઈ જાેવા આવે તો ખબર પડે. સગર્ભા બેનો હેન્ડપંપ ઉલેચી પાણી ભરે છે. ગામમાં વૃદ્ધ મહિલાઓ પાણી માટે હેન્ડપંપ ઉલેચે છે. પશુ માટે હેન્ડપંપ ઉલેચવાના,ઉનાળામાં તો વાત શું કરવાની. બધા નદીમાં પાણી લેવા જાય છે. પાણી માટે જે ત્રણ હેન્ડપંપ છે તેમાં બધા પાણી ભરે છે. નળ મૂક્યા તે કામ પણ તકલાદી છે. તૂટી ગયા છે. કોઈ જાેતું નથી. પશુને હેન્ડપંપથી પાણી પીવાડવું પડે છે. ટાંકી અધૂરી છે. ચાર મહિના થયા. આ ટાંકીથી પાણી આપવાનું હતું. ૧૨૦૦ રૂ ગ્રાન્ટ આવતી હતી તે વખતે પાણી પૂરું પાડતા હતા. હમણાં તો આ બધું જાેઈ દુઃખ થાય છે. હમણાં સરકાર લાખ્ખો રૂપિયા ગ્રાન્ટ સુવિધાઓ માટે વાપરે છે.પણ સુવિધાઓ નથી. અમારા વખતે ૧૨૦૦ રૂપિયાની ગ્રાન્ટમાં પણ પાણીની સુવિધાઓ કરી છે. સરકારની રુલર હાઉસ કનેક્શન યોજના, વાસ્મો, પાણી પુરવઠાથી લઈ ગામે ગામ સ્વચ્છ પાણીના ભીંત સૂત્રો, પાણીની સુવિધાઓને લગતી સરકારની વાત…નસવાડી નજીક પાણીથી તરબોળ મેણ નદીના કોલુંકાછલી ફળિયામાં આવતાની સાથે જ આ તમામ પાણીની વાતો અને સૂત્રો પોકળ સાબિત કરે તેવી પરિસ્થિતિ છે. કોલુંકાછલી ફળિયા અંદાજિત ૩૫૦ની વસ્તી ધરાવતું ગામ છે.

The-tap-was-turned-on-in-the-house-but-the-water-still-did-not-come.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *