અમદાવાદ
‘મ્યુઝિક સિસ્ટમ વગાડવાથી કોરોના થોડો ફેલાય છે.’ જ્યારે લોકોની આ દલીલ સામે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મ્યુઝિક સિસ્ટમ નહીં વગાડવા પાછળનું કારણ એ છે કે મ્યુઝિક સિસ્ટમ વાગતી હોય ત્યાં લોકો ભેગા થાય છે, ગીતો ગાય છે અને ડાન્સ પણ કરે છે, જેના કારણે ભીડ ભેગી થવાના એંધાણ હોવાથી મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આટલું જ નહીં મ્યુઝિક સિસ્ટમના કારણે વૃદ્ધ, અશક્ત, બીમાર વ્યકિતઓ ડિસ્ટર્બ થતા હોવાનું કારણ પણ પોલીસે રજૂ કર્યુ હતુ. જાેકે લોકોના ગળે આ વાત ઉતરી નથી.કોરોનાના કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા ઉપર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે. જાેકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર – પોલીસના ર્નિણયનો લોકોમાં ભારે રોષ છે.


