ભરૂચ
ભરૂચ જિલ્લાના અબ્દુલ કામઠી સમસ્ત મુસ્લિમ સમાજમાં પણ આગવું નામ ધરાવે છે. તેઓ હંમેશાં આવેદનપત્રો આપવામાં અને રજૂઆતો કરવામાં અગ્રેસર રહે છે. તેમનો લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર શોભજનક કપડાં પહેરેલા ડાન્સરો સાથે ડાન્સ કરતો વીડિયો સામે આવતાં જિલ્લા અને તેમના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. વાઇરલ થયેલો વીડિયો ભરૂચ તાલુકાના ટંકારિયા ગામનો છે, જ્યાં લગ્ન પ્રસંગમાં ડાન્સરો બોલાવવામાં આવી હતી. સ્ટેજ ઉપર- અરે દિવાનો, મુજે પહેચાનો, મેં હૂં ડોન… સોંગ ચાલી રહ્યું હતું, જેમાં ન્ત્નઁના ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ અને સામાજિક આગેવાન અબ્દુલ કામઠી પણ મસ્તીમાં આવી ગયા હતા. તેઓ ડાન્સરો સાથે ડાન્સ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો નોટોનો વરસાદ કરી રહ્યા હતા. કોરોના હાલ આઉટ ઓફ કંટ્રોલ છે, હાલમાં લગ્નમાં ૧૫૦ની મર્યાદાની છૂટ અપાઈ હતી, સાથે જ અન્ય નિયંત્રણ જારી કરાયાં હતાં. ડીજે પર લગ્નમાં ડાન્સરો બોલાવી સ્ટેજ પર ડાન્સ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સની પણ અનદેખા વાઇરલ થયેલા વીડિયોમાં જાેવા મળી હતી. હવે આ વાઇરલ વીડિયો બાદ પોલીસ લગ્નના આયોજકો સામે શું કાર્યવાહી કરે છે એ જાેવાનું રહ્યું, સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે નામના ધરાવતા અબ્દુલ કામઠીના વાઇરલ વીડિયોમાં તેમની હરકતોને લઈને પણ અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. લગ્નમાં નાચગાન સામાન્ય હોય છે, પણ ડાન્સરો સાથે નાચ અને કોરોના વચ્ચે નિયમોના લીરેલીરા એ ગંભીર બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વીડિયો અંગે રાજકીય અને સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારા પરિવારમાં જ ભાણિયાના લગ્ન હતા, જેમાં ઓરકેસ્ટ્રા બોલાવવામાં આવ્યું હતું. પરિવારનો પ્રસંગ હોઈ, મને લોકો સ્ટેજ ઉપર ખેંચી ગયા હતા. મારું સામાજિક જીવન સાથે પારિવારિક જીવન પણ છે. ડાન્સમાં ૩૦૦ રૂપિયા ઉડાવ્યા હતા. એક વીક પહેલાંના પ્રસંગમાં કોઈએ વીડિયો વાઇરલ કર્યો છે. જે કોઈએ મારી પ્રતિષ્ઠા અને દ્વેષભાવ રાખીને આચરેલું કૃત્ય છે. લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીએ ડાન્સરો સાથે ઠૂમકા લગાવ્યા હતા. નેતા અબ્દુલ કામઠીએ એક લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠૂમકા લગાવ્યાનો વીડિયો વાઇરલ થયો છે, જેને લઈ રાજકીય અને સામાજિક ક્ષેત્રે હડકપ મચ્યો છે.


