ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૧ અને તાલુકાઓમાં ૦૬ કેસ મળી કુલ ૫૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૯૪૩ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૫૪ દર્દી મળી કુલ ૧૦૯૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૨ હજાર ૮૨૯ કેસ પૈકી હાલ ૧૦૯૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૧ દર્દીઓનું અવસાન થયું છે.ભાવનગર શહેરમાં કોરોનાના નવા ૨૨૫ કેસ નોંધાયા છે. જેમાં સેલ ટેક્સના ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશ્નર, મહાનગરપાલિકાનો એક કર્મચારી, શાંતીલાલ શાહ એન્જિનિયર કોલેજનો ૨૧ વર્ષીય વિદ્યાર્થી, કે.આર.દોશી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ૨૦ વર્ષીય વિદ્યાર્થી, જ્ઞાનમંજરી શાળામાં ઘોરણ ૧૨માં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય ૨ વિદ્યાર્થી, ૨૮ વર્ષીય દાંતના ડોક્ટર, ૩૧ વર્ષીય ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આસિસ્ટન્ટ, બીપીટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતો ૧૬ વર્ષીય વિદ્યાર્થી, કુમુદવાડી વિસ્તારમાં ૫૨ વર્ષીય ડાયમન્ડ વર્કર, ૫૭ વર્ષીય એસટી બસનો કંડકટર, સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ૨૪ વર્ષીય મહિલા કર્મચારી, એસબીઆઈ આંબાચોકનો ૪૨ વર્ષીય કર્મચારી, એચડીએફસી બેંકમાં ચિત્રાની ૨૫ વર્ષીય મહિલા કર્મચારી સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા,. આ ઉપરાંત બાકી બધા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસ નોંધાયા હતા.ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. શુક્રવારે નવા ૨૫૫ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક ૧૧૦૦ને નજીક પહોંચી ચૂક્યો છે. ભાવનગર શહેરમાં શુક્રવારે ૨૨૫ નવા કેસ નોંધાયા હતા. જેમાં ૧૧૭ પુરુષનો અને ૧૦૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે ૫૧ દર્દીઓ કોરોનાને માત આપી હતી. ગ્રામ્યમાં પણ ૩૦ કેસ નોંધાયા હતા અને ગ્રામ્યમાં ૬ દર્દીઓએ કોરોનાને માત આપી હતી.


