Gujarat

લોહીલુહાણ મળેલ બાળકી અંબાને ઈટાલીના દંપતીએ દત્તક લીધી

રાજકોટ
૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનામાં મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. ૧૦૮ની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. ૧૦૮ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ બાદ વધુ સારવાર અર્થે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને લિવર સુધી ઘા પહોંચ્યા હોવાથી તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ઠેબચડાની સીમમાંથી બાળકીને ઉઠાવીને જતા શ્વાનના મોઢામાંથી અંબાને છોડાવીને તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને માત્ર શ્વાનના દાંતની જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારના ૨૦ ઘાની પણ ઇજા થઈ હતી. અંબાની હાલત કફોડી બનતાં તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી તેને અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંબા પર ઝનૂનથી ઘા ઝીંકવામાં આવ્યા હતા અને એને કારણે શરીરના ઊંડાણ સુધી તેની ઇજા પહોંચી હતી, લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી લિવર સહિતના ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા હતા. ત્રણ મહિના સુધી સારવાર ચાલતા અંબા સ્વસ્થ બનતાં કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી. અહીં તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે. ૮મી માર્ચ ૨૦૨૦ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અમૃતા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી દીકરી અંબાની મુલાકાત લેવામાં આવી હતી. અંબાને મળ્યા બાદ લેટ્‌સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતાં જણાવ્યું હતું કે ‘ વહાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું એનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું.’ ગત નવરાત્રિમાં માતાજીના પ્રથમ નોરતે રાજકોટ પોલીસની દીકરી અંબાને પોલીસ હેડક્વાર્ટર સ્થિત અંબે માતાજી મંદિર ખાતે લાવી માતાજીના ખોળામાં બેસાડી તેના લાંબા સ્વસ્થ અને નીરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.હવે સૌકોઇની લાડકવાયી અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા દોઢ વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોની સાથે ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. દત્તકવિધિ માટે પ્રોસિજર કરવામાં આવી હતી જેમાં ઈટાલીના ગુંથર અને કેટરિનએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને આજે તેઓ અંબાને લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતના છતીસગઢ ખાતેથી તેજરામ નામના બાળકને ૪ વર્ષ પહેલા દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે. ઉલ્લેખનીય છે કે આ સમયે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ ક્રિપાલસિંહ જાડેજાએ દીકરી અંબાને ચાંદલો કરી પગે લાગી ‘રિદ્ધિ દે સિદ્ધિ અષ્ટ નવ નિધિ દે’ પંક્તિનું પઠન કર્યું હતું.રાજકોટની દીકરી ‘અંબા’ને આજે દત્તક લેવા માટે ઈટાલીનો પરિવાર રાજકોટ આવી પહોંચ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે ર્નિદયી રીતે તરછોડાયેલી ‘અંબા’ તીક્ષ્ણ હથિયારના ૨૦ ઘા મારેલી હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. ત્રણ મહિના બાદ હોસ્પિટલના બિછાને મોત સામે લડીને તેણે જીતી મેળવી હતી. એ વખતે કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ તત્કાલીન ઝ્રસ્ વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્યો છે. અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી છે.

Rajkot-Girl-Itly-Dattak.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *