પાલનપુર
ટ્રેક્ટરની પાછળ અલ્ટો કાર આવતી હતી. જેમાં ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ચાલક ઓવરટેક મારવા જતાં ટ્રેકટર સાથે અથડાઈ હતી. જેમાં ૫ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ૨ બાળકો અને ૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમજ ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને બાદમાં આસ્થા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જાેવા મળી રહ્યો છે, જેમાં થરાદ-ધાનેરા હાઈવે પર જાેરપુરા પાટિયા નજીક અલ્ટો કાર અને ટેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાતાં ૫ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૩ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ ધાનેરા પોલીસને થતાં ૧૦૮ તેમજ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ૫ લોકોનાં મોત થયાંના પ્રાથમિક અહેવાલ છે, જ્યારે ૩થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને ૩ ઘાયલોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


