Gujarat

ગીરગઢડાના ધ્રાંબાવડ, પીછવા ગામે શ્વાસએ ૧૫ થી વધુ લોકોને બચકા ભર્યા

ઊના – ગીરગઢડાના ધ્રાંબાવડ તેમજ પીછવા ગામે ગઇકાલે સાંજના સમયે ગામમાં રખડતા હડકાયા શ્વાને આંતક મચાવતા ગામમાં પસાર થતાં લોકો પર હુમલો કરી બચકા ભરી ગંભીર ઇજાઓ કરતા સારવાર અર્થે ગીરગઢડા અને ઉના હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા. ગામમાં રખડતો શ્વાન હડકાયુ થતા ભાગમાં નશભાગ મચી હતી. અને રસ્તા પરથી પસાર થતાં બાળકોથી માંડી નાના મોટા વ્યક્તિ અને વૃધ્ધો સહીત પર શ્વાનએ હુમલો કરી શરીરના ભાગ પર બચકા ભરી લેતા ઇજા પહોચી હતી. જેમાં શ્વાસનના આંતકથી ગામમાં ભાગ દોડ મચી જવા પામેલ હતી. અને ઇજાગ્રસ્તોને પોત પોતાના ખાનગી વાહનમાં તેમજ અમુક લોકો ઇમરજન્સી ૧૦૮ માં સારવાર અર્થે ગીરગઢડા અને ઉના હોસ્પીટલે દોડી ગયેલ હતા. હડકાયા શ્વાનએ અનેક લોકો પર હુમલા કરી દેતા બન્ને ગામમાં ભયનો માહોલ ફેલાય ગયેલ હતો. શ્વાનના હુમલામાં ૫ વર્ષના નાના બાળકથી લઇ ૭૦ વર્ષના વૃધ્ધ સહીતના નાના મોટા વ્યક્તિઓને ગંભીર ઇજા કરી હોવાનું જાણવા મળેલ હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *