*ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ગોખ ખાતે વિશેષ પૂજા કરવામાં આવી*
જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી જગ્યા શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલી ની પહાડો મા ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે આ ધામ મા વર્ષ દરમિયાન માં અંબા ના ભક્તો માતાજી ના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી ધામ મા નવરાત્રી અને ભાદરવી મહામેળા દરમિયાન માતાજી ના ભક્તો સૌથી વધુ દર્શન કરવા આવે છે આ સિવાય પોષી પૂનમ ના દિવસે પણ માતાજી ના અસંખ્ય ભક્તો આ ધામ માં આવતા હોય છે ,પોષી પૂનમ ને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે આ પૂનમ ને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજનો પવિત્ર દિવસ પ્રાગટય દિવસ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર મા માતાજી ના ભક્તો વહેલી સવાર થીજ ઉમટ્યા હતા આજે અંબાજી મંદિર મા મહા શક્તિ યજ્ઞ યોજાયો હતો જેમાં ભક્તો મોટી સંખ્યા માં ઉમટ્યા હતા સાથે ત્યારબાદ ગબ્બર ખાતે થી અખંડ જ્યોત લાવી ચાચર ચોકમાં મહા આરતી ઉતાર્યા બાદ અંબાજી મંદિર માં બપોરે 12 વાગે અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી અને 56 ભોગ નો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો
*અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા માઁ અંબાના શીખર ઉપર ધજા ચડાવવામાં આવી*
ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ગબ્બર ગોખથી માઁ અંબાની અખંડ જ્યોત માંથી દીપ પ્રગટાવી માતાજીની જ્યોતિ સ્વરૂપે ચાચર ચોક ખાતે મંદિરમાં લાવવામાં આવી હતી ત્યારબાદ માતાજી ની આરતી કરવામાં આવી ત્યારબાદ મંદિર ના શીખર ઉપર ધજા ચડાવવામાં આવી હતી જેમા બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી અને મંદિર વહીવટદાર શ્રી તેમના સાથે મંદિર ના કમૅચારીઓ અને ધાર્મિક સેવા સમિતિ ના સ્વયં સેવક હાજર રહ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


