અમદાવાદ
વિજય સુવાળા મહેસાણા જિલ્લાના સુવાળાના વતની છે. વિજય સુવાળાના પિતા રણછોડભાઈએ ૧૬ વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો. વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંઘર્ષ ખૂબ નજીકથી જાેયો હતો. આથી નાનપણમાં મેળામાં ફરવા જવા માટે ૧૦ રૂપિયા પણ માગી શકતા નહોંતા. ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં અને ઝડપથી પૈસાદાર બનવાનો વિચારો આવતા હતા. આથી એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. ૬૫૦૦ની નોકરીથી શરૂઆત કરી હતી. મોટા બાપુજીના ઘરે માતાજીના જાતરનો પ્રસંગ હતો. આ પ્રસંગે માતાજીનો માંડવા હતો ત્યારે ગણપતિનું ભજન ગાયું હતું. પરિવારના લોકોએ પૈસાની ઘોર કરી અને ભજનિક રમેશ રાવળે અવાજના વખાણ કર્યા તો ગાયક બનવાનો વિચાર આવ્યો. પિતાના મિત્ર ગોવિંદભાઈ ભરવાડના ઘરે ભજનમાં જતા ત્યારથી ન ખબર પડતા ગાયક બનવાની શરૂઆત થઈ ચૂકી હતી. દુરદર્શનમાં ભજનોનું રેકોર્ડિંગ થતું ત્યારે પણ ઓડિયન્સમાં બેસવા જતા હતા. વિજય સુવાળા ભુવાજી હોવાથી શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા જ ગાતા હતા. સંજય ત્રાગડ નામના મિત્રએ સૌપ્રથમ વખત વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સપનું દેખાડ્યું. આથી વિજય સુવાળાએ રેગડી સિવાયના ઉત્તર ગુજરાતના ગીતો ગાવા લાગ્યા. રણાસણ ગામમાં એક માતાજીના કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતા વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા હતા.જાણીતા લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. ‘આપ’માં જાેડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામુ આપી ભાજપમાં જાેડાયા છે. ૨૨ જૂન, ૨૦૨૧ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. હું મારા ઘરે પરત ફર્યો છું. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપ સાથે જાેડાયેલો છે. રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જાેયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ. સી.આર. પાટીલે કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા અજે ભાજપમાં જાેડાયા છે. ફરીથી ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જાેડાયા ત્યારે પણ મને મળ્યા હતા. પછી કોઈ ભ્રમમાં રહી આપમાં જાેડાયા હતા. ભાજપમાં પાછા ફરવા મને કહ્યું હતું. આજે હું તેમનું સ્વાગત કરું છું. નોંધનીય છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જાેકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના ર્નિણયથી ટસના મસ થયા નહોતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી. વિજય સુવાળા ભાજપ માટે કેમ મહત્વના છે? વિજય સુવાળા ઉત્તર ગુજરાતના ગીતો ગાતા ગાયક છે અને વતની પણ ઉત્તર ગુજરાતના છે. આ ઉપરાંત હાલમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પણ જાણીતા છે. આથી જાે વિજય સુવાળા ભાજપમાં જાેડાય તો ભાજપને મોટો ફાયદો થઈ શકે એમ છે. કેમકે ભાજપને તેઓની લોકપ્રિયતાનો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં મળી શકે છે. આમ ભાજપમાં વિજય સુવાળાના જવાથી ભાજપને ફાયદો મળશે તે નક્કી છે.


