Delhi

યુરોપમાં ઓમિક્રોન સાથે ઈન્ફ્લૂએન્ઝા વાયરસે ઝડપ વધારી

ન્યુદિલ્હી
ઈન્ફ્લૂએન્ઝા એક એવો વાયરસ છે જે શ્વસન તંત્રનો એક સંક્રામત રોગ છે. ઈન્ફ્લૂએન્ઝા વાયરસની શરૂઆત ખાસી, શરદી અને સામાન્ય તાવથી થાય છે. તે શરીરમાં નાક, આંખ અને મોઢાથી પ્રવેશી શકે છે. તે ઉપરાંત આ વાયરસથી પીડિત કોઈ વ્યક્તિના ખાસી ખાવાથી અથવા છીંક ખાવાથી તે અન્ય વ્યક્તિમાં સંક્રમિત થઈ શકે છે. જાે આ ફ્લૂને સામાન્ય ગણવામાં આવે તો તે ગંભીર બીમારી પણ બની શકે છે. ઈન્ફ્લૂએન્ઝા વાયરસથી નિમોનિયા, કાનમાં સણકા મારવા અને સાઈનસ થવાનું જાેખમ પણ વધી જાય છે. ઈન્ફ્લૂએન્ઝાના લક્ષણો ૧. થાક લાગવો., ૨. ઠંડી લાગીને તાવ આવવો. ૩. ગળામાં કફ થવો. ૪ શરીરમાં દુખાવો.યુરોપમાં એક સાથે આવેલી બે મહામારીએ લોકોની ચિંતા વધારી દીધી છે. આ રીતે આવેલી બમણી મહામારીને ટિ્‌વન્ડેમિક પણ કહેવામાં આવે છે. અહીં કોરોનાના વધતા કેસની સાથે ઈન્ફ્લૂએન્ઝા વાયરસ પણ એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે. આમ અહીં એક સાથે બે મહામારી એક સાથે ફેલાઈ હોવાથી હેલ્થ સિસ્ટમ ઉપર પ્રેશર વધી ગયું છે. ફ્લૂ એવી બીમારી છે જેના કારણે દર વર્ષે દુનિયામાં દર વર્ષે ૬,૫૦,૦૦૦ લોકોના મોત થાય છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીસ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ઈઝ્રડ્ઢઝ્ર) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ડિસેમ્બરમાં ૈંઝ્રેંમાં ફ્લૂના કેસ વધારે નોંધવામાં આવ્યા હતા. વર્ષના છેલ્લાં સપ્તાહમાં ઓછામાં ઓછા ૪૩ લોકો ૈંઝ્રેંમાં દાખલ હતા. ઈન્ફ્લૂએન્ઝા વિશે ઈઝ્રડ્ઢઝ્રના ડિરેક્ટર પાસી પેન્ટિનને કહ્યું છે કે, યુરોપમાં ઈન્ફ્લૂએન્ઝાએ ચિંતા વધારી દીધી છે. છેલ્લાં ઘણાં સમયથી તે યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેથી હવે તે જાેખમી પણ બની ગયો છે. ફ્રાન્સ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પેરિસ અને ફ્રાન્સ ફ્લૂ મહામારીનો સામનો કરી રહ્યા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ફ્રાન્સમાં ૬.૫૦ લાખ જેટલા મરઘા મારવામાં આવ્યા છે. તેના કારણે ઈન્ફ્લૂએન્ઝા વધારે ફેલાઈ શકે છે. આ બધુ ત્યારે થઈ રહ્યું છે જ્યારે યુરોપ કોરોના વાયરસના ઘાતક ઓમિક્રોન વેરિયન્ટનો પણ સામનો કરી રહ્યું છે. તાજેતરમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, આગામી બે મહિનામાં યુરોપમાં ૫૦ ટકા કરતા વધુ વસતી કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની ઝપટમાં આવી ગઈ છે. ઉૐર્ંના યુરોપીય કાર્યકાળના સ્થાનીક ડિરેક્ટર હાંસ ક્લૂઝે કહ્યું છે કે, આ વિશે ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશન (ૈંૐસ્ઈ)નો અંદાજ છે કે આગામી છથી આઠ સપ્તાહમાં ૫૦ ટકા કરતા વધારે વસતી ઓમિક્રોનથી સંક્રમિત થઈ જશે. તે સમયે યુરોપિયન દેશોમાં હોસ્પિટલ, જરૂરી સેવાઓ અને કર્મચારીઓની અછત સર્જાઈ શકે છે. અહીં ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે જ સ્વાસ્થ્ય સાથે જાેડાયેલા કર્મચારીઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *