Gujarat

દેશી હાથ બનાવટની બાર બોરની બંદુક તથા કાર્ટીઝ સાથે એક ઈસમને ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, IC પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં  બનતા હથિયાર બંધીના ગુન્હા તથા એ.ટીએસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, શ્રી જે.પી.મેવાડા નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન નાઇટ રાઉન્ડમાં ફરતા ફરતા લેવહાટ ફાટક પાસે પહોંચતા અંગત રાહે બાતમી હકિકત મળેલ કે, રંગપુર પોસ્ટે તાબેના રોઝવા ગામે ભીલ ફળીયામાં રહેતા ચીમનભાઇ રાયસીંગભાઇ ભીલ નાઓ દેશી હાથ બનાવટની બાર બોરની એક નાળ વાળી બંદુક લાયસન્સ પરવાના વગરની ગેર કાયદેસર પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાખેલ  છે. તેવી હકીકત આધારે, સદર બાતમીમાં જણાવેલ આરોપીના ઘરે રેઇડ કરવા માટે એસઓ.જી. સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપી ચીમનભાઇ રાયસીંગભાઇ ભીલ ઉ.વ ૪૨ ધંધો ખેતી રહે રોઝવા ભીલ ફળીયા, તા.જી.છોટાઉદેપુર વાળો મળી આવતા તેને પકડી ઘરની ઝડતી તપાસ કરતા તેના ઘરના ઓરડામાંથી એક નાળી વાળી દેશી હાથ બનાવટની બાર બોરની બંદુક જેની કિરૂ. ૧૫,૦૦૦/- તથા કાર્ટીઝ નંગ ૮ કિ.રૂ ૨૪૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૧૭,૪૦૦/- ની મળી આવતાં તેના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ – કલમ ૨૫ (૧) બી એ, મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી ચીમનભાઇ રાયસીંગભાઇ ભીલ ઉવ ૪ર ધંધો ખેતી રહે.રોઝવા ભીલ ફળીયા, તા.જી.છોટાઉદેપુર નાઓને કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી
રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220119-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *