હાર્દિક કાનાબાર પ્રાચી
આંખના કુલ 328 દર્દીઓ એ લાભ લીધો અને 66 દર્દીઓને ઓપરેશન માટે લઈ ગયા. અને દંત નિદાન ના 20 દર્દીઓએ લાભ લીધો..
પ્રાચી તીર્થ…. પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં નેત્ર નિદાન કેમ્પ તથા દંતનિદાન કેમ્પ યોજાયો હતો આ નેત્ર નિદાન કેમ્પ ના દાતા દીપકભાઈ ગોસ્વામી સંગમ મોબાઈલ પ્રાચી તથા ડો.નયનાબેન રાવલીયા વેરાવળ તથા રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ ના સેવાભાવી ડૉક્ટરો તથા કરસનદાસ બાપુ મહંત પાઘેશ્વરી આશ્રમ મટાણા તથા આજાભાઈ બારડ રંગપુર તથાઅખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા જદાવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટરએ આંખના 328 દર્દીઓને તપાસી 66 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા. દંત નિદાનના ડો.નયનાબેન રાવલીયાએ 20 દર્દીઓએ તપાસ કર્યા હતા આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે ચા-પાણીની તથા સાદા ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજન તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે કેમ્પનું આયોજન કરાયુ હતું


