હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામ થી ક્રિષ્ના વાડી પ્રાચી સુધી ગામ થી ગામને જોડતો મેટલિંગ રોડ અમરાપુર તાલુકા પંચાયત સદસ્ય જીવીબેન જશુભાઇ સોલંકી અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અથાક પ્રયત્નો થી મંજુર કરાવેલ અને તાલાળા સુત્રાપાડા વિધાન સભાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ ના હસ્તે ખાતમુહર્ત કરાવી ને જશુભાઇ સોલંકી એ લોકસેવકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.અમરાપુર ગામજનો અને ખેડૂતો એ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જશુભાઇ સોલંકી ની જનહિતની કામગીરી ને બિરદાવી હતી.પ્રાચી- અમરાપુર આસપાસના સર્વે લોકો માં ખુશી ની લહેર પ્રસરી ગઈ હતી.આ પ્રસંગે સૂત્રાપાડા તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતાપભાઈ જાદવ ઉપપ્રમુખ રામભાઇ બામણીયા અને કરસન ભાઈ રામસીભાઈ અને કોન્ટ્રાકટર અને ગ્રામજનો હાજર રહ્યા હતા…


