Gujarat

ગીર સોમનાથ : માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સમુદ્ર દર્શન વોક-વે ખાતે આયોજિત મહાઆરતીમાં જોડાશેguj

મંત્રીશ્રી યાત્રાધામ સોમનાથના વિકાસ કામોની કરશે સમીક્ષા
ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રી સોમનાથ મંદિર પરિસર સમીપના સમુદ્ર દર્શન વોક-વે ખાતે આજે તા.૨૦-૦૧-૨૦૨૨૦ના રોજ સાંજે ૦૭ કલાકે આયોજિત મશાલ સાથેની મહાઆરતીમાં જોડાશે. જેમાં દરિયા કિનારે ૫૦ હોડીમાં મશાલ સાથે ભગવાન સોમનાથ મહાદેવની મહાઆરતી કરવમાં આવશે. આ પ્રસંગે નામી કલાકારો પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. આ પૂર્વે સાંજે પ કલાકે સોમનાથ ટ્રસ્ટ અને સંબધિત અધિકરીઓ સાથે યાત્રાધામ સોમનાથના વિકાસના કામોની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, આ મહાઆરતી કોવિડ-૧૯ની માર્ગદર્શિક મુજબ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાશે.
આ સાથે માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી તા.૨૧-૦૧-૨૦૨૨ ના રોજ વહેલી સવારે ભગવાન સોમનથ મહાદેવનું પૂજન અર્ચન કરશે. ત્યાર બાદ સોમનાથ મંદિરમાં પરિસરમાં આવેલ વીર હમીરજી ગોહિલ અને સરદાર પટેલની પ્રતમાને પુષ્પાંજલી અર્પણ કરશે.
Attachments area

IMG-20220119-WA0550.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *