ગિરગઢડા
ભરત ગંગદેવ.
જાન્યુઆરી ૨૦૨૨, ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહિલનાં વરદહસ્તે જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ ની વાર્ષિક ધિરાણ યોજનાની પુસ્તિકાનું વિમોચન DLCC મિટિંગમાં કરવામાં આવ્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લામાં લાભાર્થીઓને ધિરાણ આપવા માટે પ્રાથમિક લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જે પૈકી ખેતીવાડી ધિરાણ, પાક ધિરાણ, નાના ઉદ્યોગો અને દુકાનદારો માટે અને લઘુ સાહસો માટે એમ.એસ.એમ.ઇ હેઠળ , હાઉસીંગ, એજ્યુકેશન તથા અન્ય ક્ષેત્રમાં ૪૩૦૭ કરોડ ધિરાણ આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર બી.વી લીંબાસિયા, નાબાર્ડના ડી.ડી.એમ. કીરણકુમાર રાઉત, લીડ બેંક મેનેજર ભગવાનભાઈ મેર, રીજનલ મેનેજર નિરજકુમાર જોષી, કોડીનાર બેંક મેનેજર વિજયભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
