Delhi

દેશની કોમર્શિયલ ફ્લાઈટ પર ૨૮ ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ

નવીદિલ્હી
કોરોના વાયરસની ત્રીજી લહેર અને એરક્રાફ્ટ ફ્યુઅલના ભાવમાં વધારો થતા ચાલુ નાણાકીય વર્ષમાં એરલાઇન કંપનીઓની ખોટ વધીને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. ક્રિસિલના અહેવાલ મુજબ, એરલાઇન્સ ચાલુ નાણાકીય વર્ષમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી ખોટ તરફ આગળ વધી રહી છે. આ નુકસાન ગયા નાણાકીય વર્ષમાં લગભગ ૧૩,૮૫૩ કરોડ હતુ. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા પર આધારિત અહેવાલ મુજબ, જે એકસાથે ૭૫ ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સનો હિસ્સો ધરાવે છે, તે આ નુકસાન નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ભરપાઈ થઈ જશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ ૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા છે અને ૪૪૧ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં ૮,૯૬૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ દેશમાં દૈનિક પોઝિટિવિટિ દર વધીને ૧૫.૧૩% છે. આથી કોરોના કેસમાં અચનાક ઉછાળો આવતા સરકાર દ્વારા નિયોમોમાં કડકાઈ કરવામાં આવી રહી છે.દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટની અવરજવર પર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે. જાે કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ફ્લાઈટ્‌સ સસ્પેન્ડ કરવાથી કાર્ગો અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન માન્ય ફ્લાઈટ્‌સ પર કોઈ અસર થશે નહીં. તમને જણાવી દઈએ કે, અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ૩૧ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો ર્નિણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ રોગચાળાને કારણે ૨૩ માર્ચ ૨૦૨૦ થી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ બંધ કરવામાં આવી હતી. જાે કે, છેલ્લા જુલાઈ ૨૦૨૦ થી લગભગ ૨૮ દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્‌સનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.

Restrictions-on-the-movement-of-commercial-flights.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *