મહારાષ્ટ્ર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ઘટતા કેસને પગલે કહેવામા આવી રહ્યુ છે કે, ત્રીજી લહેરની અસર હવે ઓછી થતી જાેવા મળી રહી છે. ડૉ. ગૌતમ ભણસાલીનું કહેવું છે કે, જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જાેઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈમાં ૧૫ જાન્યુઆરી સુધીમાં કોરોના પીક પર પહોંચી જશે. ડૉ. ભણસાલીના જણાવ્યા અનુસાર, મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ તેની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જાેવા મળશે. કોરોનાના કેસોમાં એક સમયે જબરદસ્ત વધારો થશે. આવો જ ટ્રેન્ડ તાજેતરમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ જાેવા મળ્યો હતો.મુંબઈમાં કોરોનાના ૬,૧૪૯ કેસ નોંધાયા છે. આ સાથે જ આ કોરોનાને કારણે ૭ લોકોના મોત પણ થયા છે. સોમવાર કરતાં મંગળવારે ૧૯૩ વધુ કેસ નોંધાયા હતા. જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં ૩૯,૨૦૭ નવા કોવિડ કેસ સામે આવ્યા છે.જ્યારે ૩૮,૮૨૪ દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને ૨,૬૭,૬૫૯ થઈ છે. જાે કે રાહતની વાત એ છે કે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક પણ નવો કેસ નોંધાયો નથી.મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની દહેશત જાેવા મળી રહી છે. સાથે જ રાજ્યના મુંબઈ અને પુણેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પુણે પોલીસના જણાવ્યા અનુસાર, પુણે શહેરમાં ૨૧ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત જાેવા મળ્યા હતા. આ સાથે પૂણેમાં કોરોનાથી સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા વધીને ૫૦૪ પર પહોંચી ગઈ છે. બીજી તરફ મુંબઈમાં પણ પોલીસકર્મીઓ સંક્રમિત થવાનો સિલસિલો પણ યથાવત છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કુલ ૧૦,૬૬૬ પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે અને ૧૨૭ પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં કુલ ૧૨૭૩ કેસ એક્ટિવ છે.


