Gujarat

રાધનપુરના કમાલપુરમાં એક ઘરમાંથી ચોરોએ ૨ લાખથી વધુની ચોરી કરી

પાટણ
રાધનપુર તાલુકાના કમાલપુર ગામે રહેતા ગેલા ઓખાભાઈ ભરવાડનાં દિકરા રુગનાથ કે જેઓ ગાંધીધામમાં કંપનીમાં નોકરી કરે છે અને તેનો નાનો દિકરો રમેશ જે આસામ ખાતે આર્મીમાં નોકરી કરે છે. ત્રીજા નંબરનો પુત્ર ભોજાભાઇ સાંતલપુરમાં પોલીસમાં નોકરી કરે છે. તેનાથી નાનો એસ.આર.પી.માં નોકરી કરે છે. તેનાથી નાનો દિકરો વરુણભાઇ વારાહી પોલીસમાં નોકરી કરે છે. ત્યારે આર્મી અને એસઆરપીમાં નોકરી કરતા જવાનોના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તા. ૧૭-૧-૨૨નાં રોજ સવારે રમેશભાઈ અને તેમનાં પત્ની અંબાબેન અને બાળકો સાંતલપુરનાં ગઢા ગામે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તેમના પિયર ઝેકડા, તા. સાંતલપુર ગામે ગયા હતા. તથા મેરાભાઈની પત્ની મમતાબેન જેઓ તેમનાં બાળકો સાથે માનપુરા તા. કાંકરેજ ખાતે પિયરે ગયા હતા. તા. ૧૮-૧-૨૨નાં રોજ મેરાભાઇની પત્ની મમતાબેન તેમનાં ઘરે પરત આવતાં તે અચાનક રડવા લાગતાં તેમનાં સસરા ગેલાભાઇ તેમનાં ઘેર ગયા હતા. તેમણે જાેયું તો તેમનાં બંને દિકરા મેરાભાઇ અને રમેશભાઈનાં ઘરનાં તાળાં તૂટેલા હતા. આથી તપાસ કરતાં બંને ઘરમાં કપડાં વેરવિખેર પડ્યા હતા. તેઓએ ઘરની તિજાેરીઓ તપાસતાં બંને ઘરમાંથી કુલ રૂ ૨.૬૪.૮૦૦ની મત્તાની ચોરી થઈ હતી. જેથી તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.રાધનપુર તાલુકાનાં કમાલપુર ગામે બંધ મકાનમાં વહેલી પરોઢે તસ્કરોએ ત્રાટક્યા હતા. મકાનમાંથી તસ્કરોએ રૂા. ૨,૬૪,૮૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ પરિવારનાં પુત્રો એસઆરપી પોલીસ અને આર્મીમાં નોકરી કરે છે.

More-than-2-lakh-thefts-from-the-house.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *