International

મોનરોવિયામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગમાં ૨૯ના મોત

આફ્રિકા
લાઇબેરિયા એ આફ્રિકાનું સૌથી જુનો પ્રજાસત્તાક દેશ છે. તે ગરીબ દેશોની યાદીમાં આવે છે, જે હજુ પણ એક પછી એક ગૃહયુદ્ધમાંથી બહાર આવી રહ્યો છે. આ ગૃહ યુદ્ધો ૧૯૮૯ થી ૨૦૦૩ સુધી ચાલ્યા હતા. આ પછી, ૨૦૧૪ થી ૨૦૧૬ ની વચ્ચે આવેલા ઇબોલા રોગચાળાની અસર દેશ પર પણ જાેવા મળી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આ બીમારીનો શિકાર બન્યા હતા. લાઇબેરિયાની મોટી વસ્તી ગરીબીમાં જીવવા માટે મજબૂર છે.પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર લાઇબેરિયાની રાજધાની મોનરોવિયામાં એક ધાર્મિક કાર્યક્રમમાં થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા ૨૯ લોકો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર બુધવારે રાત્રે અથવા ગુરુવારે સવારે બની હતી. પોલીસ પ્રવક્તા મોસેસ કાર્ટરે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે આ પ્રારંભિક આંકડા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક ગુનેગારો અને બદમાશો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ નાસભાગ મચી ગઈ હતી. નાસભાગની આ ઘટના ન્યૂ ક્રૂ ટાઉનના ડી. ત્વહે ફિલ્ડમાં એક ધાર્મિક સભા દરમિયાન બની હતી, જેમાં ૨૯ લોકોના મોત થયા હતા. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન મોર ગ્રેસ ઈન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝ દ્વારા અબ્રાહમ ક્રોમાહના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. કથિત રીતે નાસભાગ ત્યારે મચી હતી જ્યારે આ વિસ્તારના કેટલાક ગુનેગારો અને ગુંડાઓએ ભીડવાળા કાર્યક્રમમાં પૂજા કરનારાઓ પર કુહાડી અને અન્ય ઘાતક હથિયારોથી હુમલો કર્યો. આ પછી લોકોએ ઘટના સ્થળેથી ભાગવાનું શરુ કર્યું, જેના કારણે નાસભાગ મચી ગઈ. મૃતકોમાં ૧૭ મહિલાઓ, ૧૧ બાળકો અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. હાલમાં આ ઘટના વિશે વધુ માહિતી મળી નથી, પરંતુ સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે આ ધાર્મિક કાર્યક્રમ ખ્રિસ્તી સમુદાયની પ્રાર્થના સાથે સંબંધિત હતો. લાઇબેરિયામાં તેને ‘ધર્મયુદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. આમાં લોકોની ભારે ભીડ એકઠી થાય છે. આ જ કારણ છે કે એક ફૂટબોલ મેદાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે હાજર ઈમેન્યુઅલ ગ્રે નામના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે લોકોની બૂમો સાંભળી અને જ્યારે લોકોની ભીડ નીકળી ગઈ ત્યારે ચારેબાજુ મૃતદેહો પડેલા હતા. આ પછી લોકોના મૃતદેહોને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. હાલ આ વિસ્તારમાં તણાવનો માહોલ છે.

Stampede-at-Religious-Gathering-in-Liberia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *