આણંદ
આણંદ નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ઘણા પહેલા કચરો ક્રશ કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ મુજબ આધુનિક મશીન સાથે બે કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે છેલ્લા એક વર્ષથી સહાય બંધ કરી દેતા કામગીરી અટવાઇ હતી. અગાઉ ટ્રેમેલ મશીન દ્વારા પર્યાવરણને નુકસાન ના થાય તે રીતે કચરાને રિસાઇકલ કરી નિકાલ કરવાનો ર્નિણય કર્યો હતો. આણંદ પાલિકાએ લાંભવેલ ખાતે આ પ્રોજેક્ટ દરમિયાન અમદાવાદની એક કંપની સાથે એક વર્ષનો કોન્ટ્રાક્ટર કર્યો હતો. જે અંતર્ગત કોન્ટ્રાક્ટરે ૩૦ લાખ ટન કચરો સાફ કરવાનો હતો. જે મુજબ ભૂતકાળમા આણંદ પાલિકાએ ૯૦ હજાર ટન ધન કચરો નિકાલ કર્યો હતો. બીજી તરફ ડમ્પીંગ સાઈટ એક વર્ષથી બંધ હોવાથી કચરાનો ઢગલો કરી સળગાવી દેવામાં આવતો હોવાની બુમો ઉઠી હતો. સ્થાનિક વિસ્તારના રહીશોએ કલેકટરને આવેદનપત્ર હાઈકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા. આખરે આણંદ પાલિકાએ રાજ્ય સરકારને ગ્રાન્ટ માટે રજૂઆત કરતા સરકારે ૧૫ મા નાણાં પંચ હેઠળ ગ્રાન્ટ ફાળવતા સાઇટ પરનો કચરો ખાસ મશીન દ્વારા નિકાલ કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે. આણંદ પાલિકા હસ્તક લાંભવેલ ખોડિયાર મંદિર પાસે ડમ્પીંગ સાઈટ ગ્રાન્ટ અભાવે બંધ હતી પરંતુ હવે સરકારી ૨.૭૨ કરોડની ગ્રાન્ટ ફાળવતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં પાંચ કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા છે. ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થતાની સાથે લાંભવેલ ડમ્પીંગ સાઈટ શરૂ કરી દેવામાં આવશે. આણંદ નગરપાલિકા હસ્તક લાંભવેલ રોડ પર ખોડિયાર મંદિર પાસે ડમ્પીંગ સાઈટ ગ્રાન્ટના અભાવે એક વર્ષથી બંધ પડેલા કચરા નિકાલની કામગીરીને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચ યોજના હેઠળ રૂ. ૨.૭૨ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરતા ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ આપી સમગ્ર પ્રક્રિયાને ફરી શરૂ કરી દેવાશે. જાે કે એક સમયે ડમ્પીંગ સાઈટ પર દરરોજ ૭૫ ટન કચરાનો ક્રશ મશીનથી નિકાલ થતો હતો.
