Gujarat

ધારાસભ્ય રાજેશ ગોહિલ ની રજૂઆતના પગલે ધંધુકા વિધાનસભા મતવિસ્તારમાં બાંધકામ મંત્રી રૂપિયા 555 લાખના રસ્તાઓના મજબુતી કરણ માટે મંજૂર કર્યા

ધંધુકા,ધોલેરા,રાણપુર,બરવાળા તાલુકા ને જોડતા રસ્તાઓ નું મજબૂતીકરણ કરાશે..
 ધંધુકા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ બાંધકામ મંત્રીને કરેલી રજૂઆતના પગલે ધંધુકા વિધાનસભા વિસ્તારના રાણપુર તાલુકામાં અને બરવાળા તાલુકામાં, ધોલેરા તાલુકાના રસ્તાઓના મજબૂતી કરણ ના કામો માટે રૂપિયા બાંધકામ મંત્રી દ્વારા મંજૂર કર્યા હોવાના  આધારભૂત અહેવાલો મળ્યા છે અને મંજુર કરેલ કામોનો જોબ નંબર અપાય ગયો છે તથા આ રસ્તાઓ સઅંધના જવાબદાર કાર્યપાલ ઇજનેર સહિતના ઈજનેરોને તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવાના આદેશો પણ અપાઈ ગયા છે જેની જાણ 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ ને પણ કરવામાં આવી હોવાના અહેવાલો મળ્યા છે. ધંધુકા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ બાંધકામ મંત્રીને કરેલી રજૂઆતના પગલે બાંધકામ મંત્રી પૂણેશ મોદી દ્વારા ધંધુકા વિધાનસભા મતવિસ્તારમાં રૂપિયા 555 લાખના રસ્તાના મજબૂતી કરણ ના કામો ને મંજૂર કર્યા છે જેમાં ધંધુકા તાલુકાના ગુંજાર, અણીયાળી ભીમજી, આકરૂ ,સોઢી, સાંગાસર ,રોડના મજબૂત કરણ માટે રૂપિયા 225 લાખ ઉપરાંત રાણપુર અને બરવાળા તાલુકાના પાટણા, સુંદરીયાણા, જાળીલા, ગુંદા, સાળંગપુર (હનુમાન) રોડ ના રીસરફેંસીંગ કામગીરી માટે રૂપિયા 330 લાખ મંજૂર કર્યા છે જેના જોબ નંબર માર્ગ અને મકાન વિભાગમાં આપી દેવામાં આવ્યા છે. રસ્તાના કામો કરવા માટે જે તે વિભાગના જવાબદાર ઇજનેરોને પણ આદેશ કરવામાં આવ્યા હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે…
 તસવીર-વિપુલ લુહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *